SBI બેંકમાં લૂંટ, 58 કિલો સોનું અને 8 કરોડની ચોરી
કર્ણાટકમાં SBI બેંકમાં કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીન લૂંટ કરી આરોપીઓ ફરાર થયા
કર્ણાટક પોલીસ
કર્ણાટક પોલીસ
કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચદચન કસ્બામાં આવેલી SBIની શાખામાં મંગળવાર, 16 સપ્ટેમ્બરના રોજ, ધોળા દિવસે સશસ્ત્ર લૂંટની ઘટના બની છે. પ્રાથમિક અહેવાલો મુજબ, 3 લૂંટારાઓએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો. તેમણે 58 કિલો સોનું અને 8 કરોડની રોકડ લૂંટી હોવાના અહેવાલો છે, જોકે પોલીસે 1.04 કરોડની રોકડ અને લગભગ 20 કિલો સોનાની ચોરી થઈ હોવાની પુષ્ટિ કરી છે. આ લૂંટના મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે.
લૂંટારાઓએ ગ્રાહકો અને સ્ટાફને બંધક બનાવ્યા
બેંકના શાખા પ્રબંધક તારકેશ્વરની ફરિયાદ મુજબ, 3 લૂંટારાઓ કરન્ટ ખાતું ખોલવાના બહાને બેંકમાં પ્રવેશ્યા હતા. તેમની પાસે બંદૂકો અને ચાકૂ જેવા હથિયારો હતા, જેનાથી તેમણે બેંકના સ્ટાફ અને ગ્રાહકોને ડરાવીને બંધક બનાવ્યા. લૂંટારાઓએ કર્મચારીઓને પ્લાસ્ટિકના ટેગથી બાંધી દીધા અને તેમને લોકર ખોલવા માટે મજબૂર કર્યા. ચોરી થયેલા સોનામાં 425 સોનાના પેકેટ્સમાંથી 398 પેકેટ્સનો સમાવેશ થાય છે. લૂંટારાઓ 1.04 કરોડની રોકડ પણ લૂંટીને લઈ ગયા.
આ પણ વાંચો: Surat સાડીના કારખાનામાં ફાયરિંગ અને લૂંટની ઘટના: મુખ્ય આરોપી હજુ ફરાર
લૂંટારાઓનો ભાગવાનો પ્રયાસ અને અકસ્માત
લૂંટારાઓ એક વાહનમાં નાસી છૂટ્યા હતા અને મહારાષ્ટ્રના પંઢરપુર તરફ જઈ રહ્યા હતા. જોકે, તેમનું વાહન સોલાપુર જિલ્લાના હુલજંતી ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માત બાદ લૂંટારાઓ લૂંટેલો સામાન લઈને ફરાર થઈ ગયા. આ ઘટના બાદ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
પહેલાં પણ મોટી લૂંટ થઈ
આ ઘટના વિજયપુરા જિલ્લામાં થોડા મહિનામાં બનેલી બીજી મોટી લૂંટ છે. અગાઉ, 23થી 25 મે વચ્ચે મંગુલી ગામમાં કેનેરા બેંકની શાખામાંથી 53.26 કરોડની લૂંટ થઈ હતી, જેના મુખ્ય સૂત્રધાર બેંકના પૂર્વ શાખા પ્રબંધક વિજયકુમાર મિરિયાલ હતા, જેમણે હોલીવુડ અને બોલીવુડની ફિલ્મોમાંથી લૂંટની પ્રેરણા લીધી હતી. આ ઘટનાઓથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે.
પોલીસે તપાસ તેજ કરી
જિલ્લા પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિંબર્ગીએ લોકોને ખાતરી આપી છે કે, કર્ણાટક અને મહારાષ્ટ્રની પોલીસે સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે અને ગુનેગારોને જલ્દી જ પકડી પાડવામાં આવશે. આ ઘટના બાદ બેંક મેનેજમેન્ટે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાનું આશ્વાસન આપ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?