VADODARA : " મારી કુંડળીમાં 2 લગ્ન યોગ છે, નામ ખાતર જ તારી સાથે લગ્ન કર્યા છે..."
યુવતીએ પોલીસમાં પતિ અને સાસરીયા સામે નોંધાવી ફરિયાદ

યુવતીએ પોલીસમાં પતિ અને સાસરીયા સામે નોંધાવી ફરિયાદ

યુવતીએ પોલીસમાં પતિ અને સાસરીયા સામે નોંધાવી ફરિયાદ
વડોદરાના બીલ ગામ રોડ પર નીલકંઠ પામ રેસિડેન્સીમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ પોલીસને જણાવ્યું કે તેનું લગ્ન માર્ચ 2020માં રાજકોટના નેમીનાથ ફ્લેટમાં રહેતા રાહુલ વ્રજલાલ ઘેડીયા સાથે થયું હતું. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ તરત જ તેને માનસિક અને જાતીય રીતે પીડાવવામાં આવતી હતી. તેના કહેવા પ્રમાણે, લગ્નના બીજા જ દિવસે તેના ભાઈના લગ્ન હતા છતાં તેણીને જવા દેવા ઇનકાર કર્યો હતો.
ફરિયાદ મુજબ, લગ્ન પછીના સાત દિવસમાં જ સાસુ, સસરા તકથા પતિ અને જેઠ જેઠાણીએ ઘરના કામકાજ અને રૂપ પર ટીકાટિપ્પણી કરવા માંડી લાગી હતી. મારી મોટી વહુ તો ગોરી અને સુંદર છે. તું કાળી છે અને તારા બાળકો પણ કાળા થશે તેવા મહેણા ટોણા મારવામાં આવતા હતા.
પ્રિયંકાએ પોતાનાં પતિ અંગે પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓએ કહ્યું હતું: તું મને ગમતી નથી. મારી કુંડળીમાં બે લગ્ન લખેલા છે એટલે તારા સાથે માત્ર નામ પુરતું લગ્ન કર્યું છે. પાકી તારા સાથે લગ્ન જ હું ના કરત
યુવતીના આરોપ મુજબ લગ્નના માત્ર ત્રણ મહિના પછી પતિએ તેના ભાઈને ફોન કરીને કહ્યું કે “આને લઈ જા,” અને ત્યારબાદ પોતે ઓમાન જતો રહ્યો હતો. વખતેથી પતિ કે સાસરિયાંએ ફરી તે સાથે સંપર્ક કર્યો નથી કે તેને પાછી બોલાવી પણ નથી.
આ મામલે અટલાદરા પોલીસે ફરિયાદની આધારે વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.