SURAT : 43 વર્ષીય મહિલા સાથે પ્રેમસબંધ રાખનારા યુવકને રહેંસી નંખાયો
મહિલાના પુત્રએ જ માતાના પ્રેમીની હત્યા કરી

મહિલાના પુત્રએ જ માતાના પ્રેમીની હત્યા કરી

મહિલાના પુત્રએ જ માતાના પ્રેમીની હત્યા કરી
સુરતના ગોડાદરા વિસ્તારમાં એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 43 વર્ષીય મહિલા સાથે પ્રેમ સંબંધમાં રહેલા યુવકની 32 વર્ષીય પુત્રએ જ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી દીધી.
પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું કે, આ યુવક રાજેન્દ્ર સાથે તેના પુત્ર વિશાલ વચ્ચે આ સંબંધને કારણે તણાવ હતો. વિશાલે પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી ભાગી ગયો હતો. આ સમયે માતાએ પણ પોલીસને ગેર માર્ગે દોડાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ આ હત્યા કરી ભાગી ગયો છે.
પોલીસના જણાવ્યા મુજબ વિશાલ નામના 32 વર્ષીય યુવકે પોતાની માતા સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં રહેલા રાજેન્દ્ર નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ સંબંધ વિષે વિશાલને જાણ થઈ હતી અને તે આ બાબતે ખૂબ ગુસ્સામાં રહેતો હતો.
હત્યા માટે વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો. આ હુમલામાં રાજેન્દ્ર ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો.
હત્યા બાદ, વિશાલની માતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી આપી હતી. તેણે પોલીસને કહ્યું કે અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી ફરાર થયો છે. પરંતુ પોલીસની કડક તપાસ અને પૂછપરછ બાદ સમગ્ર હકીકત બહાર આવી.
વિશાલે હત્યા કબૂલતાં કહ્યું કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રને મારી નાખ્યો છે. પોલીસએ વિશાલની ધરપકડ કરી છે અને હજુ વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.