સાવરકુંડલામાં ખેડૂતને ઝાડ સાથે બાંધી ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો!
ગંભીર રીતે ઇજાગ્રસ્ત સનાભાઇ ગોહીલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પાઇપ,લાકડી અને ગડદાપાટુંનો ઢોર માર માર્યો હતો

પાઇપ,લાકડી અને ગડદાપાટુંનો ઢોર માર માર્યો હતો
સાવરકુંડલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.ત્યારે સાવરકુંડલના મઢડા ગામે ખેતી કામ કરતાં વ્યક્તિને આડા સંબંધો હોવાનો વહેમ રાખી 9 જેટલા લોકોએ ખેડૂતને વૃક્ષ સાથે દોરડા વડે બાંધી પાઇપ,લાકડી અને ગડદાપાટુંનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના વીરડી ગામના વતની પરષોત્તમ ભાઈ ઉર્ફે સનાભાઇ ગોહિલની ઉંમર ૪૫ વર્ષ છે.મઢડા ગામે ભાગવી ખેતીની જમીન રાખી ખેતી કરતા હતા.ત્યારે આડા સંબંધનું મન દુઃખ રાખી 9 જેટલા લોકોએ વૃક્ષ સાથે દોરડા વડે બાંધી પાઇપ,લાકડી અને ગડદાપાટુંનો ઢોર માર માર્યો હતો.ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સનાભાઇ ગોહીલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
9 જેટલા લોકો ભેગામળીને ખેડૂતને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.મૃતકના ભાઇએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં 9 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી અને ગુનેગારોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.