અમદાવાદમાં ફાઇનાન્સ કંપનીના એજન્ટોનો આતંક : લોકો પર હુમલો, ગાડીઓની તોડફોડ
આનંદનગરમાં રિકવરીના નામે ગુંડાગીરી

કારની લોન બાબતે વિવાદની ઘટનાના દ્રશ્યો

કારની લોન બાબતે વિવાદની ઘટનાના દ્રશ્યો
અમદાવાદ શહેરના આનંદનગરમાં ગાડીની લોનના હપતા બાકી હોવાથી ખાનગી ફાઇનાન્સ કંપની વતી ગાડી સીઝ કરવા આવેલા રિકવરી એજન્ટોએ આનંદનગરમાં એક પરિવારના 6 સભ્ય પર છરી અને દંડાથી હુમલો કર્યો હતો. જેમાં 3 વ્યક્તિને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલ લઈ જવી પડી હતી. હુમલાખોરોએ 2 કારના કાચ પણ તોડી નાખ્યા હતા. પોલીસે હાલ બે આરોપીઓની કરી છે આ મામલે ધરપકડ.
શું છે સમગ્ર મામલો ?
આનંદનગરના હરણ સર્કલ નજીકની લક્ષ્મીકૃપા સોસાયટીમાં રહેતા નવીનકુમાર નાયક એમના કાકા દિનેશકુમાર નાયક સાથે કાર ભાડે આપવાનો ધંધો કરે છે. ટ્રાવેલ્સનો ધંધો કરતાં પાલનપુરના પ્રકાશ ચૌધરીને દિનેશકુમારે ભાડે આપેલી કાર પેટે ₹ 65 હજાર લેવાના હતા. પ્રકાશ ચૌધરી પાસે પૈસાની સગવડ ન હોવાથી તેમણે તેમની એક સ્વીફ્ટ ડિઝાયર કાર દિનેશ નાયકને આપી કહ્યું હતું કે, કારની લોન ચાલુ છે હું નિયમિત હપતા ભરું છું. પૈસાની સગવડ થશે ત્યારે હું પૈસા આપીને કાર લઈ જઈશ.
બુધવારે બપોરે લક્ષ્મીકૃપામાં જ રહેતા નવીનકુમારના સગાં મુકેશ નાયકે 2 વ્યક્તિ પ્રકાશ ચૌધરીની કાર લેવા આવ્યાનું કહ્યું હતું. નવીનકુમાર ત્યાં ગયા હતા અને કાર લેવા આવેલા દિલીપ રાવલ અને ગેમર રબારી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આ કાર પર ચોલા મંડલમ ફાઇનાન્સની લોન ચાલુ છે. અમે આર. જે. બ્રધર્સ કંપનીમાંથી આવીએ છીએ અને હપતા બાકી હોવાથી ગાડી સીઝ કરવા આવ્યા છીએ.એજન્ટો કાર લેવા આવ્યા હોવા અંગે નવીનકુમારે પ્રકાશભાઈને ફોન કરીને જાણ કરી હતી. જેથી પ્રકાશકુમારે તેમની સાથે વાત કરીને જે પણ હપતા બાકી હોય તે પૈસા સાંજે આપી દેવા કહ્યું હતું. પરંતુ દિલીપ રાવલ અને ગેમર રબારીએ અત્યારે જ પૈસા આપવા પડશે તેવું કહીને ઝઘડો કરી મારામારી કરી હતી. દિલીપ રાવલ અને ગેમર રબારી સાથે અન્ય 3 માણસો પણ આવ્યા હતા. તેમણે છરી, દંડાથી નવીનકુમાર અને તેમના પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યો હતો જેમાં રાજવીર નામક યુવકને ગંભીર ઇજા થતા તે હાલ સારવાર હેઠળ છે. એજન્ટોએ મારામારી દરમિયાન બે કારના કાચ પણ તોડી નાખ્યા હતા. ઘટનાને પગલે લોકો ભેગા થઈ જતાં કાર સીઝ કરવા આવેલી ટોળકી ત્યાંથી ભાગી ગઈ હતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસ ક્યાં ?
સમગ્ર ઘટનાનો વીડિઓ પણ વાયરલ થયો છે. નવીનકુમાર દ્વારા મારામારી કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 28 મે 2025 ના રોજ કરવામાં આવી છે. પોલીસે કુલ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી દિલીપ રાવલ અને ઘેમર રબારીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ શખ્સો જેમને પાછળથી આવીને દિલીપ અને ઘેમરનો હુમલો કરવામાં સાથ આપ્યો હતો તેમની શોધખોળ શરૂ છે.
ગાડીના હપ્તાના પૈસાની ચુકવણી બાકી હોવાથી અન્ય ત્રાહિત વ્યક્તિ પર હુંમલો કરી ગંભીર ઇજા પહોંચાડનાર આવા ગુંડાઓમાં કાયદા અને વ્યવસ્થાનો ડર હવે ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.