SURAT : પહેલા પાપ કર્યું અને હવે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો...
જિમ ટ્રેનર યુવાન થોડા વર્ષોથી યુવતીને તેના ઘરે કસરત કરાવવા જતો

જિમ ટ્રેનર યુવાન થોડા વર્ષોથી યુવતીને તેના ઘરે કસરત કરાવવા જતો

જિમ ટ્રેનર યુવાન થોડા વર્ષોથી યુવતીને તેના ઘરે કસરત કરાવવા જતો
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતીએ પોતાના જીમ ટ્રેનર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વ્યંકાટેશ મોહતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી જિમ ટ્રેનર યુવાન થોડા વર્ષોથી યુવતીને તેના ઘરે કસરત કરાવવા જતો હતો. આ દરમ્યાન બંને વચ્ચે ઓળખ વધી અને જીમ ટ્રેનરે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા. યુવતાના આરોપ મુજબ, છેલ્લા ચાર વર્ષથી જીમ ટ્રેનરે અલગ-અલગ સ્થળે તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને ત્યારબાદ તેને છોડી દીધી હતી.
યુવતીએ વધુમાં જણાવ્યું કે તેણે વારંવાર લગ્નના વચનની યાદ અપાવવા છતાં પણ આરોપીએ લગ્ન નહીં કર્યા અને અંતે સંપર્ક તોડી નાખ્યો. આ ઘટના બાદ યુવતીએ હિંમત કરીને અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે આરોપી સામે IPC કલમ 376 (બળાત્કાર) સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે પુછપરછ તથા સૈદ્ધાંતિક પુરાવાઓના આધારે વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.