પ્રિયાંક પંચાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને કહ્યું અલવિદા, આપ્યો ભાવુક સંદેશ
ગુજરાત માટે રમેલા અનુભવી બેટ્સમેન પ્રિયાંક પંચાલે 35 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ભાવુક પોસ્ટ દ્વારા પિતાના સપનાનો ઉલ્લેખ કર્ ...

પ્રિયાંક પંચાલ

પ્રિયાંક પંચાલ
ગુજરાતના અનુભવી બેટ્સમેન પ્રિયાંક પંચાલે આજે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષના પ્રિયાંકે ડોમેસ્ટિક સ્તરે ગુજરાત અને પશ્ચિમ ઝોન માટે લાંબા સમય સુધી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
તેમણે 127 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 8,856 રન બનાવ્યા છે, જેમાં 29 સદી અને 34 અર્ધસદીનો સમાવેશ થાય છે. લિસ્ટ Aમાં 97 મેચોમાં 3672 રન અને 8 સદી નોંધાવી છે, જયારે T-20માં 59 મેચમાં 1522 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસમાં તેમણે 16 વિકેટ પણ લીધી છે.
2021માં તેમને રોહિત શર્માની ઈજાગ્રસ્ત અવસ્થામાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તેઓ ડેબ્યૂ કરી શક્યા ન હતા.
વિદાયની સાથે ભાવુક સંદેશ
સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, તેમના પિતા લાંબા સમયથી તેમની પ્રેરણા અને શક્તિનો સ્ત્રોત રહ્યા છે. પિતાનું સપનુ સાકાર કરવા માટે તેમણે દરેક સિઝનમાં મહેનત કરી, પરંતુ હવે સમય આવ્યો છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહો. તેમણે નિવૃત્તિની ક્ષણને ભાવનાત્મક અને કૃતજ્ઞતાથી ભરેલી ગણાવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.