ATS : નડિયાદથી પકડાયા 'Anonsec' હેકર્સ, 50 થી વધુ સરકારી વેબસાઇટ્સ પર કર્યા છે હુમલા...
ગુજરાત ATS એ દેશની સરકારી વેબસાઇટ્સ પર સાયબર હુમલા કરનાર જસીમ શાહનવાઝ અંસારી અને એક કિશોરને નડિયાદથી ઝડપી પાડ્યા...

YouTube જ્ઞાન બન્યું દેશદ્રોહનું હથિયાર...

YouTube જ્ઞાન બન્યું દેશદ્રોહનું હથિયાર...
ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ દેશની કેન્દ્રીય અને રાજ્ય સરકારની વેબસાઇટ્સ પર સાયબર હુમલા કરનાર બે શખ્સોની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. પ્રાપ્ત ઇનપુટના આધારે, ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલી ચોક્કસ માહિતીને પગલે નડિયાદથી આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
કોણ છે આ સાયબર ગુનેગારો?
પકડાયેલા આરોપીઓની ઓળખ જસીમ શાહનવાઝ અંસારી અને એક અન્ય કિશોર તરીકે થઈ છે. આ બંને ટેલિગ્રામ પર 'Anonsec' નામનું ગ્રુપ ચલાવી રહ્યા હતા, જેમાં દેશ વિરોધી કૃત્યોને અંજામ આપવામાં આવતા હતા.
હુમલાની મોડસ ઓપરેન્ડી...
આ સાયબર હેકર્સે દેશની સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટની અલગ અલગ વેબસાઇટ્સ પર DDSO (ડિસ્ટ્રિબ્યુટેડ ડીનાયલ ઓફ સર્વિસ) અટેક કર્યા હતા. તેઓ checkhost.net નામની વેબસાઇટ પર હુમલો કરેલી વેબસાઇટનું સ્ટેટસ ચેક કરતા હતા. જો વેબસાઇટ હુમલા બાદ ડાઉન થઈ હોય, તો તેના સ્ક્રીનશોટ લઈ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકતા હતા. એટલું જ નહીં, તેઓ "India may have started it, but we will be the ones to finish it" જેવા દેશ વિરોધી વાક્યો પણ લખીને ગ્રુપમાં પોસ્ટ કરતા હતા.
ઓપરેશન સિંદૂર અને કટ્ટરપંથી કનેક્શન...
DIG ATS ગુજરાત, સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, આ શખ્સોએ ઓપરેશન સિંદૂર (જે ચોક્કસ સુરક્ષા અભિયાન માટે વપરાયેલો શબ્દ છે) દરમિયાન પોતાની એક્ટિવિટી વધારી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ પૈસાની કે દેશ બહારની લેવડદેવડ મળી નથી, પરંતુ આ સાયબર હુમલાઓ પાછળનું મુખ્ય કારણ કટ્ટરપંથી વિચારધારા હોવાનું સામે આવ્યું છે.
યુટ્યુબથી હેકિંગ શીખ્યા, 50 થી વધુ સાઇટ્સ પર હુમલો...
આ ચોંકાવનારી બાબત એ છે કે, આ બંને યુવકો 12 પાસ પણ નથી અને તેઓએ યુટ્યુબ પર વીડિયો જોઈને ટેકનિકલ જ્ઞાન મેળવી હેકિંગ શીખ્યું હતું. તેઓ પાયથન લેંગ્વેજ અને અન્ય સાયબર ટૂલ્સનો પણ ઉપયોગ કરતા હતા. અત્યાર સુધીમાં તેઓએ 50 થી વધુ ભારતીય સરકારી સાઇટ્સ પર હુમલા કર્યા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે અને ATS દ્વારા તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. તેમની ટેલિગ્રામ ચેનલ 6 થી 8 મહિનાથી સક્રિય હતી અને તેમાં 100 જેટલા ફોલોઅર્સ હતા. એપ્રિલ-મે મહિનામાં તેઓએ સૌથી વધુ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.