બાળકીને મુક્કો મારી દિવાલ સાથે અથડાવી
મહિલા સ્ટાફે છેલ્લે બાળકીના સાથળ પર બચકાં પણ ભર્યાં
ડે કેરમાં 15 મહિનાની બાળકી સાથે ક્રૂરતા...VIDEO
ડે કેરમાં 15 મહિનાની બાળકી સાથે ક્રૂરતા...VIDEO
ગ્રેટર નોઈડા: ડે કેર સેન્ટરમાં 15 મહિનાની બાળકી સાથે ક્રૂરતા, CCTV ફૂટેજમાં હૃદય કંપાવી દે તેવી ઘટના કેદ
ગ્રેટર નોઈડામાં એક માનવતાને શરમસાર કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ડે કેર સેન્ટરમાં 15 મહિનાની માસૂમ બાળકી સાથે ક્રૂરતા આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો અહેવાલ છે. ડે કેરના મહિલા સ્ટાફે બાળકીને ક્રૂરતાપૂર્વક માર માર્યો, જમીન પર ફેંકી અને તેના મોઢામાં રમકડું ઘુસાડ્યું. આ સમગ્ર ઘટના ડે કેરના CCTV ફૂટેજમાં કેદ થઈ છે, જેના 10 મિનિટ અને 30 સેકન્ડના ફૂટેજ સામે આવ્યા બાદ ભારે રોષ ફેલાયો છે.
માતાએ બાળકીના શરીર પર જોયા ઈજાના નિશાન
સોસાયટીમાં રહેતી મોનિકા દેવીએ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેમની દીકરી વેદાંશી પટેલને દરરોજ બે કલાક માટે 'બ્લિપ્પી ડે કેર'માં મૂકે છે. 4 ઓગસ્ટ, 2025ના રોજ જ્યારે તેઓ બાળકીને ઘરે લાવ્યા, ત્યારે તે ખૂબ રડી રહી હતી. કપડાં બદલતી વખતે તેમણે વેદાંશીની બંને જાંઘ પર દાંતના નિશાન જોયા. તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જતા ડૉક્ટરે પુષ્ટિ કરી કે આ બચકાં ભર્યાના જ નિશાન છે.
CCTV ફૂટેજે ખોલ્યા ક્રૂરતાના રાઝ

મોનિકા દેવીએ આ અંગે ડે કેર ઓપરેટર ચારુ અને સહાયકને ફરિયાદ કરી, પરંતુ બંનેએ તેમને ધમકી આપી અને ગેરવર્તણૂક કરી. શરૂઆતમાં CCTV ફૂટેજ બતાવવાનો ઇનકાર કર્યા બાદ વિરોધ વધતા ફૂટેજ બતાવવામાં આવ્યા. 10 મિનિટ અને 30 સેકન્ડના આ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આસિસ્ટન્ટ બાળકી સાથે કેવી રીતે ક્રૂરતા આચરી રહી છે.

ફૂટેજ મુજબ, આસિસ્ટન્ટે બાળકીને માર માર્યો, તેના મોઢામાં રમકડું ઘુસાડ્યું, તેને બે વખત જમીન પર ફેંકી દીધી, તેની પીઠ પર જોરથી પ્રહાર કર્યા અને છાતીમાં મુક્કો પણ માર્યો. એટલું જ નહીં, બાળકીનું માથું દીવાલ સાથે અથડાવ્યું અને તેની સાથળ પર દાંત વડે બચકું પણ ભરી લીધું હતું. આ દરમિયાન બાળકી ચીસો પાડતી રહી.
પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી
આ ઘટના બાદ સેક્ટર-142 પોલીસ સ્ટેશનમાં બાળકીની માતાની ફરિયાદ પર ડે કેર ઓપરેટર ચારુ અને સગીર સહાયક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 115 (2), 352 અને 351 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. DCP શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું કે સગીર આસિસ્ટન્ટને કસ્ટડીમાં લેવામાં આવી છે અને ઓપરેટર ચારુની પૂછપરછ ચાલી રહી છે.
ડે કેરના સંચાલન પર સવાલો
પોલીસ દ્વારા ડે કેરના સંચાલન અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સોસાયટીના રહેવાસી શેખર ઝાએ જણાવ્યું કે, આ ડે કેર ભાડાના ફ્લેટમાં ચલાવવામાં આવી રહ્યું છે અને દર મહિને બાળક દીઠ ₹3500 ચાર્જ વસૂલવામાં આવે છે. તપાસ અધિકારી વિનોદ કુમાર મિશ્રાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આસિસ્ટન્ટ સગીર હોવાનું બહાર આવ્યું છે અને ઓપરેટરે એક સગીરને સંવેદનશીલ જવાબદારી સોંપીને બેદરકારી દાખવી છે.
પોલીસ કમિશનરેટે આ ઘટના બાદ બાળ કલ્યાણ અને BSAને પત્ર લખીને જિલ્લાના તમામ ડે કેર સેન્ટરોમાં નિયમોનું પાલન કરાવવા અને CCTV લગાવવા માટે સૂચના આપી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને. આ ડે કેરમાં કુલ 12 જેટલા બાળકો આવે છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો