પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા
જમીન ગોટાળાના કેસમાં ભૂજ કોર્ટે દોષી જાહેર કર્યા,જિંદાલ ગૃપને જમીન આપી તેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતુ..

પ્રદિપ શર્મા

પ્રદિપ શર્મા
update news | 14.56
------------------------------------------------------------------------
કચ્છમાં જિન્દાલ નામના ઔદ્યોગિક એકમને ગેરકાયદે જમીન ફાળવણી કરવાના કેસમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારીને દોષી ઠેરવી ..ભુજ કોર્ટે ચારેય આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ તમામને રૂપિયા 10,000 દંડ ફટકાર્યો છે...
મુંદરાના સમાઘોઘા ખાતે જિન્દાલ સો પાઈપ્સ લિમિટેડ નામના ઔદ્યોગિક એકમને સત્તાની ઉપરવટ જઈ, એકમેકની મિલિભગતમાં કાવતરું ઘડીને સરકારને નુકસાન અને કંપનીને આર્થિક ફાયદો પહોંચાડવાનો કેસમાં ભુજ કોર્ટે સજા ફટકારી છે.
..રાજ્ય સરકારના નિયમ મુજબ કોઈપણ કલેક્ટર ઔદ્યોગિક હેતુ માટે મહત્તમ ૧૫ લાખના મૂલ્યની બે હેક્ટર સુધીની જમીનની ફાળવણી કરી શકે...પરંતુ કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને અન્ય અધિકારી સાથે મળીને જિન્દાલ કંપનીને ૪૭ હજાર ૧૭૩ ચોરસ મીટર જમીન ફાળવી દીધી..આરોપીઓએ કંપનીને આર્થિક રીતે ફાયદો કરાવવા માટે સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું...આ કેસમાં આરોપી પ્રદીપ શર્મા તત્કાલીન કલેક્ટર, નટુ મોતીરામ દેસાઈ તત્કાલીન નગરનિયોજક , નરેન્દ્ર પોપટ લાલ પ્રજાપતિ નાયબ મામલતદાર, અજિત સિંહ મહિપત સિંહ જાડેજા તત્કાલીન નિવાસી નાયબ કલેકટરને ભુજ કોર્ટે દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદીની સજા સંભળાવી છે..
-------------------------------------------------------------------------
કચ્છ જિલ્લાના હાઈપ્રોફાઈલ જમીન ગોટાળાના કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા સહિત ચાર આરોપીઓને ભૂજની વિશેષ અદાલતે દોષિત જાહેર કરતા પાંચ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.
આ કેસમાં આરોપ હતો કે, સરકારી પદનો દુરુપયોગ કરીને જમીન ફાળવણીમાં ગેરરીતિ કરવામાં આવી હતી. ખાસ કરીને, જિંદાલ ગ્રુપને ફાળવવામાં આવેલી જમીનમાં નીતિનિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલો વર્ષોથી અદાલતમાં ચાલી રહ્યો હતો અને હવે તેની અંતિમ ફેસલામાં શર્મા સહિત તમામ ચાર આરોપીઓ દોષિત ઠર્યા છે.
શુક્રવારે ભુજ કોર્ટમાં તમામ આરોપીઓ હાજર રહ્યાં હતા. કેસની વિગત અનુસાર, સરકારી અધિકારીઓએ ઠરાવ વિરુદ્ધ જમીન ફાળવી હતી અને તેમાં ઘણી વિધિવિધાન ભૂલો કરવામાં આવી હતી, જેને લઈ સરકારને આર્થિક નુકસાન પણ થયું હતું.
અદાલતે આપેલા આ ચુકાદાને જમીન ફાળવણી અને સરકારી સંપત્તિ સંબંધિત મામલાઓમાં મહત્વપૂર્ણ મસાલા માનવામાં આવી રહ્યો છે. જાહેર હિત માટે જવાબદારી નિભાવતા હોદ્દેદારોએ કાયદાના ઘેરામાં રહેવું જોઈએ – એ સંદેશો પણ આ ચુકાદા મારફતે આપવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.