Ahmedabad : નકલી દસ્તાવેજો, અસલી છેતરપિંડી, AMC માં નોકરીના નામે ઠગ દંપતીએ લાખો ખંખેર્યા!
આરોપીઓએ વિશ્વાસ કેળવવા માટે નકલી નિમણૂક પત્રો અને પગાર સ્લિપનો ઉપયોગ કર્યો હતો...

સરકારી નોકરીના નામે મોટો ખેલ...

સરકારી નોકરીના નામે મોટો ખેલ...
સરકારી નોકરીની લાલચ આપીને નિર્દોષ લોકોને ફસાવવાના વધુ એક મોટા કૌભાંડનો અમદાવાદમાં પર્દાફાશ થયો છે. એક ઠગ દંપતીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં નોકરી અપાવવાના બહાને પાંચ લોકો પાસેથી કુલ ₹55.38 લાખ રૂપિયાની ધરખમ છેતરપિંડી આચરી છે. આ ઠગ દંપતીએ ખાસ કરીને વિધવા મહિલાને 'હેડ ઓફિસર' બનાવવાની લાલચ આપીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલડી વિસ્તારના સ્નેહલતાબહેન રામી નામની વિધવા મહિલાને આરોપીઓએ AMC માં હેડ ઓફિસર બનાવવાની લાલચ આપીને તેમની પાસેથી ₹21.74 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઠગ દંપતીએ ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે નકલી એપોઇન્ટમેન્ટ લેટર અને અન્ય દસ્તાવેજો બનાવ્યા હતા, જેમાં AMC ના અધિકારીઓના નામ, સહી અને સિક્કાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજો એટલા વાસ્તવિક લાગતા હતા કે ભોગ બનનારને શંકા ગઈ ન હતી.
જ્યારે લાંબા સમય સુધી નોકરી ન મળી અને પૈસા પણ પાછા ન મળ્યા, ત્યારે સ્નેહલતાબહેન રામીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું. તેમણે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો : રાજકીય માહોલ તંગ, વિસાવદરમાં AAP ની સભામાં ધાંધલ, ધમકીભર્યા ફોનથી સનસનાટી!
આ ઠગ દંપતી માત્ર સ્નેહલતાબહેન રામીને જ નહીં, પરંતુ ઘાટલોડિયા, મણિનગર અને વઢવાણના અન્ય ચાર વ્યક્તિઓ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ રીતે કુલ પાંચ લોકો પાસેથી ₹55.38 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સરકારી નોકરીના નામે ચાલતા આવા કૌભાંડો સામે ચેતવણીરૂપ ઘંટડી વગાડી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી દંપતીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Surat : પોલીસને પડકાર ફેંકનાર આરોપી, ડ્રોન અને ફાયરબ્રિગેડની મદદથી દબોચાયો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.