વડોદરામાં નવુ કૌંભાડ, હવે જન્મના દાખલા પણ બોગસ મળે છે..
આધાર કાર્ડ કઢાવવા ગયેલા યુવક પાસેથી બોગસ જન્મનો દાખલો મળતા હડકંપ

આધાર કાર્ડ કઢાવવા ગયેલા યુવક પાસેથી બોગસ જન્મનો દાખલો મળતા હડકંપ

આધાર કાર્ડ કઢાવવા ગયેલા યુવક પાસેથી બોગસ જન્મનો દાખલો મળતા હડકંપ
વડોદરામાં બોગસ જન્મ દાખલો કાઢવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધારકાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળ્યો હતો જેથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે તત્કાળ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરુ કરી છે.
મળેલી માહિતી મુજબ શહેરના રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધારકાર્ડ કઢાવવા માતા પુત્ર પહોંચ્યા હતા અને તેમણે જન્મનો દાખલો પૂરાવામાં રજૂ કર્યો હતો. જો કે આધાર કાર્ડના અધિકારી શમિક જોશીને આ જન્મનો દાખલો જોતા જ શંકા પડી હતી. કારણ કે આ દાખલો હોસ્પિટલ દ્વારા કઢાવામાં આવ્યો હતો. જ્યારે જન્મનો દાખલો માત્ર કોર્પોરેશન દ્વારા જ કાઢી મુકવામાં આવે છે.
તપાસમાં જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશિદ રાશીદ સિદ્ધિકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો હોવાનું જણાયું હતું જેથી માતા પુત્રની પૂછપરછ કરાતા તેમણે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મ દાખલો કઢાવ્યો હોવાની કેફિયત બહાર આવી હતી. જેથી આધાર કાર્ડ કચેરીના અધિકારી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોચ્યા હતા.
મૂળ યુપીનો આ પરિવાર હાલમાં વડોદરા મકરપુરા GIDC માં રહી શાકભાજીનો ધંધો કરે છે. તેઓ 20 વર્ષના કાશિદ સિદ્ધિકીનું આધાર કાર્ડ કઢાવવા સેન્ટર પર પહોંચ્યા ત્યારે આ ખુલાસો કર્યો હતો. 2020 પછી જે સર્ટીફિકેટ આવ્યા તેમાં ક્યુઆર કોડ હોય છે ક્યુઆર કોડ દ્વારા કોઇ જ માહિતી મળી ન હતી.
આશિક સિદ્દીકે કહ્યું કે હું શાકભાજીનો ધંધો કરું છું. જીઆઇડીસીમાં કોઇ ફિરોજ નામના વ્યક્તિએ 600 રુપિયામાં જન્મનો દાખલો બનાવી આપ્યો હતો અને અહીં જ્યારે આ દાખલો લઇને આધાર કાર્ડ બનાવવા આવ્યો ત્યારે સાહેબે કહ્યું કે આ જન્મનો દાખલો બોગસ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.