પોલીસ યુનિફોર્મમાં દેશી દારૂ પીતા કર્મચારી વાયરલ
વરાણાના મેળાના બંદોબસ્તમાં મૂકેલાં સાંતલપુર પોલીસના ત્રણ કર્મચારીઓ દેશી દારૂ પીતા હતા

ત્રણેય પોલીસ કર્મચારી હારીજમાં શા માટે ગયા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી

ત્રણેય પોલીસ કર્મચારી હારીજમાં શા માટે ગયા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી
ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની હેરાફેરીનો મામલો માડ શાંત થયો છે. તેવામાં ખુદ પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતાં તેમજ દારૂની મહેફિલ માણતાં ઝડપાઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ દાહોદ જિલ્લામાં ત્રણ પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરી કરતાં પકડાયા હતા. તેવામાં પાટણ જિલ્લામાં ખાખી વર્દીને લાંછન લગાડવાનો કિસ્સો બહાર આવ્યો છે. સાંતલપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ દેશી દારૂની પોટલી ગટગટાવતાં હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે.
સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં દેશી દારૂની પોટલી ગટગટાવતાં વીડિયોમાં કેદ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નાગરિકો તેમના ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. દેશી અને વિદેશી દારૂની હેરાફેરી રોકવાની જેમની જવાબદારી છે તેવા કાયદાના રક્ષકો જાહેરમાં કાયદાની આબરૂના ધજાગરાં ઉડાવતાં જોવા મળ્યા છે. તેના કારણે ગુજરાત પોલીસની શિસ્ત સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
પોલીસ કર્મચારીઓ દેશી દારૂ પીવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા પોલીસને તેની જાણ થતાં તપાસ હાથ ધરી છે. દારૂ પીવાવાળા પોલીસ કર્મચારીઓના ફરજનું સ્થળ, દેશી દારૂ પીવાનું સ્થળ, વરાણાના મેળાના બંદોબસ્તમાં મૂકેલા પોલીસ કર્મચારીઓ હારીજમાં શા માટે ગયા હતા, જેવી જાણકારી મેળવવામાં આવી રહી છે. તમામં વિગતો મળ્યા બાદ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.
સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ, સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હારીજમાં દેશી દારૂની પોટલીઓ ગટગટાવી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ત્રણેય કર્મચારીઓ ખાખી વર્દીમાં તેમજ નશાની હાલતમાં છે. જે લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપી છે તેવા કર્મચારીઓ ફરજ દરમિયાન અને પોલીસના યુનિફોર્મમાં નશો કરતા ઝડપાતાં સ્થાનિક લોકોમાં તરેહ તરેહની ચર્ચા સાંભળવા મળી રહી છે.
સામાન્ય નાગરિકો સામે દેશી દારૂ અથવા વિદેશી દારૂ પકડાય તો ફરિયાદ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જવાબદાર પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં દેશી દારૂ પીતાં ઝડપાતાં પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.