નેપાળની જેલ તોડીને ભાગેલો ડ્રગ પેડલર ઝડપાયો
બેંકોકથી ગાંજો લાવનાર ધર્મેશ ચુનારાની અમદાવાદથી ધરપકડ; નેપાળમાં આંદોલનનો લાભ લઈ ભાગ્યો હતો

SOG એ પાર પાડ્યુ મોટ ઓપરેશન

SOG એ પાર પાડ્યુ મોટ ઓપરેશન
અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચાવનાર એક મોટા ઓપરેશનમાં સફળતા મેળવી છે. નેપાળની જેલ તોડીને ફરાર થયેલો અને મોંઘા ગણાતા 'હાઈબ્રિડ ગાંજા'નો વેપાર કરતો ડ્રગ પેડલર આખરે અમદાવાદથી ઝડપાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીનું નામ ધર્મેશ રસિકલાલ ચુનારા છે. ધર્મેશ છેલ્લા કેટલાક સમયથી નશાના કાળા કારોબારમાં સક્રિય હતો. ગત વર્ષે ધર્મેશ થાઈલેન્ડના બેંકોકથી આશરે ૧૩ કિલો જેટલો કિંમતી 'હાઈબ્રિડ ગાંજો' લઈને નેપાળ જઈ રહ્યો હતો. આ જથ્થો આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત ધરાવે છે. નેપાળની સુરક્ષા એજન્સીઓએ તેને એરપોર્ટ પર જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને ત્યાર બાદ તેને નેપાળની જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
જેન-ઝી આંદોલન અને જેલબ્રેકની ઘટનાધર્મેશ જે સમયે નેપાળની જેલમાં સજા કાપી રહ્યો હતો, તે દરમિયાન નેપાળમાં રાજકીય અસ્થિરતા અને 'જેન-ઝી' (Gen Z) આંદોલને જોર પકડ્યું હતું. આ આંદોલન દરમિયાન દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી, જેનો લાભ લઈને જેલના કેદીઓએ જેલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ અરાજકતા વચ્ચે ધર્મેશ પણ જેલની દીવાલ કૂદીને અથવા સુરક્ષામાં ગાબડું પાડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
નેપાળની જેલમાંથી ભાગ્યા પછી તે ગુપ્ત રીતે સરહદ ઓળંગીને ઉત્તર પ્રદેશ પહોંચ્યો હતો. ત્યાં થોડો સમય રોકાયા બાદ, તે વિમાન માર્ગે અમદાવાદ આવી પહોંચ્યો હતો. નેપાળની તપાસ એજન્સીઓએ ભારત સરકારને જેલમાંથી ફરાર થયેલા ખતરનાક કેદીઓની એક યાદી મોકલી હતી, જેમાં બે મુખ્ય આરોપીઓ ડ્રગ્સ માફિયા હતા—એક સુરતનો અને બીજો અમદાવાદનો ધર્મેશ ચુનારા.
દેવું પતાવવા બન્યો ડ્રગ પેડલર, સાસુ છે બુટલેગરધર્મેશની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ધર્મેશ પર આર્થિક દેવું વધી ગયું હોવાથી તેણે ઝડપથી પૈસા કમાવવા માટે ગાંજાની હેરાફેરી શરૂ કરી હતી. નવાઈની વાત એ છે કે તેના પરિવારમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલે છે. તેની સાસુ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જાણીતી બુટલેગર છે અને દારૂનું ગેરકાયદે વેચાણ કરે છે. ધર્મેશ અહીં તેની સાસુના ઘરે જ છુપાયો હતો.
ધર્મેશ અગાઉ પણ અનેકવાર નેપાળથી ગાંજો લઈને સફળતાપૂર્વક ભારતમાં ઘુસાડી ચૂક્યો છે. જોકે, ભારતમાં તેનો અગાઉનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી, જેના કારણે તે અત્યાર સુધી પોલીસની નજરે ચડ્યો ન હતો.
SOG નું સફળ ઓપરેશનનેપાળ એજન્સી દ્વારા મળેલી ઇનપુટના આધારે અમદાવાદ SOG એ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વોચ ગોઠવી હતી. ગઈકાલે મોડી રાત્રે કાગડાપીઠ વિસ્તારમાં તેના સાસુના ઘરે દરોડા પાડીને ધર્મેશને દબોચી લેવામાં આવ્યો હતો. નેપાળ પોલીસે મોકલેલી ફોટો અને વિગતોવાળી યાદી સાથે મેચ થતા જ તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે તેને જેલમાંથી ભાગવામાં કોણે મદદ કરી હતી અને અમદાવાદમાં રહીને તે ફરીથી ડ્રગ્સનું નેટવર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ તો નહોતો કરી રહ્યો ને?

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય