દિશા પટનીના ઘરે ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
દિશા પટનીના ઘર ફાયરિંગનો થયું, જેની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારાએ લીધી
દિશા પટની
દિશા પટની
દિશા પટનીના ઘર પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગે લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના બરેલીમાં સિવિલ લાઇન્સ વિસ્તારમાં અભિનેત્રીના ઘરની બહાર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ઘટનાની જવાબદારી લેવામાં આવી છે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખુલ્લી ધમકી આપવામાં આવી છે.
ફાયરિંગ અને પોલીસ તપાસ
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, દિશા પટનીના ઘરની બહાર મોડી રાત્રે અનેક રાઉન્ડ ગોળીબાર થયો હતો, જેમાં સવારે લગભગ 4:30 વાગ્યે 2 રાઉન્ડ હવાઈ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. ઘટના બાદ પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે જેથી આરોપીઓને ઝડપી પાડી શકાય. દિશા પટનીના ઘર પર ફાયરિંગ થવાથી પોલીસ સુરક્ષાને લઈને વધુ સજાગ બની છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું છે?
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. આ પોસ્ટ હિન્દીમાં લખવામાં આવી છે અને તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, "ભાઈઓ, આજે ખુશ્બુ પટની અને દિશા પટનીના બરેલીના સિવિલ લાઈન્સ સ્થિત ઘર પર ફાયરિંગ થયું છે, તે અમે કરાવ્યું છે."
પોસ્ટ કરનારને શોધવાના પ્રયાસો શરૂ
પોસ્ટમાં આગળ દાવો કરવામાં આવ્યો છે કે, આ ફાયરિંગ એટલા માટે કરાવવામાં આવ્યું છે કારણ કે દિશા પટની અને તેના પરિવારે "અમારા પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ઘાચાર્યજી મહારાજનું અપમાન કર્યું છે." જોકે, પોલીસ દ્વારા આ પોસ્ટની અધિકૃતતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. બરેલી પોલીસ આ પોસ્ટની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પોસ્ટ કરનાર વ્યક્તિને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ધમકીની ઇન્ડસ્ટ્રી પર અસર
આ ઘટના માત્ર દિશા પટની સુધી સીમિત નથી, પરંતુ તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને આપવામાં આવેલી ખુલ્લી ધમકી પણ છે. આ પહેલાં પણ ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકીઓ મળી ચૂકી છે. દિશા પટનીના ઘર પર ફાયરિંગ જેવી ઘટનાઓ કલાકારોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી છે. હાલ, આ ઘટનાને કારણે બોલિવૂડમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?