સગીરા પર બળાત્કાર ગુજારનાર કથાવાચક શરણ દાસની ધરપકડ
દરભંગામાં લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કરવા બદલ કથાવાચક શરણ દાસની ધરપકડ કરી

કથાવાચક શરણ દાસની ધરપકડ

કથાવાચક શરણ દાસની ધરપકડ
બિહારના દરભંગામાંથી એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાણીતા કથાવાચક શરણ દાસ ઉર્ફે શ્રવણ કુમાર પર એક સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા કથા વાચકની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 17 જાન્યુઆરીએ પોક્સો એક્ટના સ્પેશિયલ જજ સમક્ષ રજૂ કરાયેલા આ આરોપીને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે ધાર્મિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ગર્ભપાત કરાવવા માટે પણ મજબૂર કરી હોવાના આરોપ
આ કેસની વિગતો મુજબ, સગીરાની માતાએ 19 ડિસેમ્બર 2025ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપી કથાવાચકે તેમની દીકરીને લગ્નના વાયદા કરી સતત શારીરિક શોષણ કર્યું હતું. જ્યારે યુવતીએ વિરોધ કર્યો, ત્યારે આ કેસના આરોપીએ ગળામાં માળા પહેરાવી લગ્નનું નાટક કર્યું અને સગીરા તેની સાથે પત્ની તરીકે રહેવા લાગી હતી. આ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી અને આરોપીએ તેને બળજબરીથી ગર્ભપાત કરાવવા માટે પણ મજબૂર કરી હોવાના ગંભીર આરોપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે.
શરણ દાસે લગ્નનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો
સમય જતાં જ્યારે સગીરા અને તેના પરિવારે કાયદેસર રીતે સાથે રહેવા માટે દબાણ કર્યું, ત્યારે શરણ દાસે લગ્નનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. પીડિતાના પરિવારે આ મામલે આરોપીના ગુરુ મૌની બાબાને પણ ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ મદદ ન મળતા આખરે પોલીસના દ્વાર ખખડાવવા પડ્યા હતા. આ કેસમાં પોલીસે શરણ દાસની ધરપકડ કરી છે, પરંતુ અન્ય આરોપી મૌની બાબા હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.
મૌની બાબાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા
પોલીસ તપાસમાં સગીરા અને શરણ દાસના કહેવાતા લગ્નની તસવીરો પણ મળી આવી છે, જે પુરાવા તરીકે તપાસમાં સામેલ કરવામાં આવશે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને કોર્ટમાં તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસ હવે મૌની બાબાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી રહી છે અને ખાતરી આપી છે કે સગીરાને ન્યાય અપાવવા માટે તમામ કાયદાકીય પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ ઘટનાએ પવિત્ર સંબંધો અને ધાર્મિક નેતાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય