જૂનાગઢમાં દલિત યુવકને માર માર્યો
અજાણ્યા યુવકની મદદ કરવા ગયો ને ત્રણ શખસે ઢોરમાર માર્યાનો વીડિયો વાઇરલ
20 દિવસમાં હુમલાની ત્રીજી ઘટના
20 દિવસમાં હુમલાની ત્રીજી ઘટના
આઝાદીના દાયકાઓ બાદ પણ દેશમાં દલિત સમાજ પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. જૂનાગઢમાં બનેલી તાજેતરની ઘટના એનો સ્પષ્ટ પુરાવો છે. સોશિયલ મીડિયા પર એક દલિત યુવકને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાનો અને લૂંટફાટનો એક વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનામાં પીડિત યુવકનો મોબાઈલ લૂંટીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. છેલ્લા 20 દિવસમાં દલિતો પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે, જે સમાજમાં હજુ પણ જાતિગત ભેદભાવ અને હિંસાની માનસિકતા જીવંત હોવાની ચોંકાવનારી સાબિતી આપે છે.
પોલીસ કાર્યવાહીઆ મામલે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જુનાગઢના DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે, આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાની વિગતોમળતી માહિતી મુજબ, ગત 16મી ઓગસ્ટે બપોરે એક દલિત યુવક પોતાના મિત્રને મળવા ગયો હતો. ત્યારે એક છોકરો ભાગતો-ભાગતો તેની પાસે આવ્યો અને મદદ માંગી. તેણે જણાવ્યું કે, "મને બચાવો, મારા ભાઈને ઉપાડી ગયા છે." માનવતાના ધોરણે મદદ કરવા માટે દલિત યુવક અને તેનો મિત્ર સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડ તરફ ગયા, જ્યાં ઝઘડો ચાલી રહ્યો હતો અને ત્રણ રબારી યુવકો ઊભા હતા.
આ રબારી યુવકોએ દલિત યુવકને પૂછ્યું, "ક્યાંથી આવે છો?" જ્યારે દલિત યુવકે જવાબ આપ્યો કે તે કડિયાવાડમાંથી આવે છે, ત્યારે ત્રણેય આરોપી ઉશ્કેરાઈ ગયા. આરોપીઓમાંથી એક, હિતેશ મોરી, અને તેના બે અજાણ્યા મિત્રોએ દલિત યુવકને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અને તેના પર હુમલો કર્યો. આરોપીઓએ તેને પટ્ટાથી અને લાતો-મુક્કાથી એટલો બેરહેમીથી માર માર્યો કે તેના શરીર પર ગંભીર ઈજાનાં નિશાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
પીડિત યુવકનું નિવેદનઆ ઘટનામાં પીડિત દલિત યુવકે જણાવ્યું કે, "તે લોકોએ મને પટ્ટાથી અને ઢીંકાપાટુથી ખૂબ જ ઢોરમાર માર્યો. માર મારીને નીચે પાડી દીધા બાદ મારો મોબાઈલ પણ લૂંટી લીધો હતો અને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી." તેમણે વધુમાં કહ્યું, "આજે મારી સાથે થયું, કાલે બીજા કોઈ સાથે પણ થઈ શકે છે. મારી માગણી છે કે મને યોગ્ય ન્યાય મળવો જોઈએ."
પીડિત યુવક હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણે આ મામલે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જૂનાગઢમાં બનેલી આ ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી, પરંતુ દલિતો પર વધતા જતા અત્યાચારોની આ એક ગંભીર કડી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો