દિલ્હીમાં કોંગ્રેસ નેતાની જાહેરમાં કરાઈ હત્યા
દિલ્હીના માલવીય નગરમાં કોંગ્રેસ નેતા લખપત સિંહ કટારિયાની જાહેરમાં હત્યા કરાઈ
કોંગ્રેસ નેતાની જાહેરમાં કરાઈ હત્યા
કોંગ્રેસ નેતાની જાહેરમાં કરાઈ હત્યા
દિલ્હીના માલવીય નગરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં કોંગ્રેસના નેતા અને વેપારી લખપત સિંહ કટારિયાની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના શુક્રવારે સવારે બની હતી, જ્યારે કટારિયા મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. બાઇક પર આવેલા અજાણ્યા બદમાશોએ તેમને પહેલા બેટ વડે ફટકાર્યા અને ત્યારબાદ 4 ગોળીઓ મારીને તેમનો જીવ લીધો. આ ઘટના બાદ હત્યારાઓ તરત જ ફરાર થઈ ગયા હતા. ત્યાં મોર્નિંગ વૉક કરી રહેલા અન્ય લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.
ઘટનાની વિગતો અને પોલીસ કાર્યવાહી
DCP અંકિત ચૌહાણે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે 55 વર્ષીય લખપત સિંહ કટારિયા, જે માલવીય નગરના બેગમપુરમાં રહેતા હતા, તેમની પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કટારિયાને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, હત્યારાઓની ઓળખ થઈ ગઈ છે અને તેમને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.
આ પણ વાંચો: હત્યાના સ્થળે જ પોલીસ ફાયરિગમાં હત્યારાનું મોત
હત્યાનું સંભવિત કારણ
આ હત્યા પાછળનું કારણ શું છે તે અંગે પ્રાથમિક તબક્કે પોલીસનું માનવું છે કે, આ હત્યા સંપત્તિ વિવાદને કારણે થઈ હોઈ શકે છે. મૃતક લખપત સિંહ કટારિયા કોંગ્રેસના સક્રિય નેતા હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની વીરમતી અને 2 બાળકો છે. આ ઘટનાથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. પોલીસ આ ઘટનાના તમામ પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી હત્યા પાછળના સાચા કારણો અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?