Ahmedabad માં શરમજનક બાળલગ્નની ઘટના, કાઝી સહિત 7 ની ધરપકડ...
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી બાળલગ્નની ઘટના સામે આવી છે. પોલીસને મળેલી ગુપ્ત અરજીના આધારે...

મેગાસિટીમાં કાયદાનો સરેઆમ ભંગ!

મેગાસિટીમાં કાયદાનો સરેઆમ ભંગ!
સામાન્ય રીતે આદિવાસી વિસ્તારોમાં જોવા મળતા બાળલગ્નના દૂષણ વચ્ચે, અમદાવાદ (Ahmedabad) જેવા મેગાસિટીના જમાલપુરમાંથી બાળલગ્નની ઘટના સામે આવતા ચકચાર મચી છે. કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી, એક માસૂમ 14 વર્ષીય સગીરાના લગ્ન 19 વર્ષના યુવક સાથે કરાવવામાં આવી રહ્યા હતા, જેને પગલે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
ગુપ્ત અરજી અને પોલીસની ત્વરિત કાર્યવાહી...
પોલીસને એક અનામી અરજી મળી હતી, જેમાં જમાલપુર વિસ્તારમાં બાળલગ્ન થઈ રહ્યા હોવાનો ચોક્કસ ઉલ્લેખ હતો. આ ગંભીર ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, સગીરાના પિતા જ પોતાના નાના ભાઈના પુત્ર (પિતરાઈ ભાઈ) સાથે પોતાની સગીર પુત્રીના લગ્ન કરાવી રહ્યા હતા, જે સમાજ અને કાયદા બંને માટે શરમજનક બાબત છે.
કાઝી સહિત 7 આરોપીઓની ધરપકડ...
આ ગંભીર ગુનામાં સંડોવાયેલા કાઝી જમાલુદ્દીન સિદ્દીકી સહિત કુલ સાત લોકોની પોલીસે અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ધાર્મિક આગેવાનોની ભૂમિકા પર પણ સવાલો ઉભા કર્યા છે.
રીત-રિવાજ કે ગુનો? પરિવારના નિવેદનો અને કાયદાનો ભંગ...
યુવકના પિતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે, તેમની પત્ની બીમાર છે અને તેમના સમાજના રીત-રિવાજ મુજબ પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે લગ્ન થતા હોય છે. આ લગ્ન જમાલપુરની કાચની મસ્જિદ ખાતે નિકાહ કરાવીને તેનું સર્ટિફિકેટ (નિકાહનામા) પણ આપવામાં આવ્યું હતું. જોકે, પોલીસે તમામ નિવેદનો અને એકત્ર કરાયેલા પુરાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરિવારે બાળલગ્ન પ્રતિબંધક કાયદાનો સરેઆમ ભંગ કર્યો છે.
આ ઘટના સમાજમાં પ્રવર્તતા અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્ત રિવાજો સામે કાયદાનું શાસન કેટલું અનિવાર્ય છે તે ફરી એકવાર સાબિત કરે છે. આવા ગુનાઓ સામે કડક પગલાં લેવા અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ બાળકનો ભોગ ન બને.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.