CBIના અનિલ એલોપ્લસના મોટા કૌભાંડ પર દરોડા!
અનિલ એલોપ્લસ લિમિટેડ અને પ્રમોટર્સ સામે BOI સાથે ₹121 કરોડની ઠગાઈનો કેસ
CBIના અનિલ એલોપ્લસ પર દરોડા
CBIના અનિલ એલોપ્લસ પર દરોડા
અનિલ સ્ટાર્ચની પેટા કંપની અનિલ એલોપ્લસ લિમિટેડ અને તેના પ્રમોટરો સામે વધુ એક સનસનાટીભર્યા કૌભાંડનો ખુલાસો થયો છે. મુંબઈની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની ઠગાઈ કરવા બદલ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે CBIએ અમદાવાદ અને ગાંધીનગરમાં આરોપીઓના નિવાસસ્થાનો અને ઓફિસો પર દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા છે.
બોગસ ઓડિટ રિપોર્ટ્સ અને નાણાકીય હેરાફેરી
બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈ સ્થિત રિકવરી બ્રાન્ચના મેનેજરે CBIમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અનિલ એલોપ્લસ લિમિટેડને વર્ષ2002માં ₹15 કરોડના નોન-ફંડ બેઝ્ડ (NFB) લોન માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, 2014 સુધીમાં આ ખાતું બેંક માટે 'નોન-પર્ફોર્મિંગ એસેટ' (NPA) એટલે કે બિનકાર્યક્ષમ સંપત્તિ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના ₹121.60 કરોડના લેણાં બાકી હતા.
બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં ચોંકાવનારા ખુલાસા થયા. ઓડિટમાં જણાયું કે આરોપીઓએ બેંકમાંથી લીધેલા નાણાં અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત, લોન મેળવવા અને નાણાકીય સ્થિતિ દર્શાવવા માટે બોગસ ઓડિટ રિપોર્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ફરિયાદના આધારે CBIએ અનિલ એલોપ્લસ લિમિટેડ, અમોલ શ્રીપાલ શેઠ, દર્શન મહેતા, નલિન ઠાકુર, અને કેટલાક અજાણ્યા સરકારી અધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
ભૂતકાળમાં પણ અનેક કૌભાંડોમાં સંડોવણી
આ કોઈ પહેલીવાર નથી જ્યારે અનિલ સ્ટાર્ચ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ આવા ગંભીર આરોપો લાગ્યા હોય.
₹597 કરોડનું કૌભાંડ: વર્ષ 20222માં દિલ્હી CBI દ્વારા અમોલ શ્રીપાલ શેઠ અને અન્ય સાત સામે ₹597 કરોડના બેંક ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં તેમણે 2010થી 2017 દરમિયાન પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને IDBI સહિત પાંચ બેંકો પાસેથી લોન મેળવીને ગેરરીતિ આચરી હતી. બેંકોને બોગસ બિલ અને ખરીદ-વેચાણના દસ્તાવેજો રજૂ કરીને નાણાંકીય વ્યવહારોમાં છેતરપિંડી કરવામાં આવી હતી.
₹27.34 કરોડની મિલકતો જપ્ત, આ ઉપરાંત, ગુજરાત CID ક્રાઇમ દ્વારા અનિલ સ્ટાર્ચ અને તેના પ્રમોટરો સામે GPID એક્ટ હેઠળ ₹27.34 કરોડનું કૌભાંડ આચરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તેમની મિલકતો સીઝ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી.
તાજેતરની ₹121 કરોડની ફરિયાદ આ શ્રેણીબદ્ધ કૌભાંડોમાં એક નવો અધ્યાય ઉમેરે છે. હાલમાં CBI દ્વારા આરોપીઓની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?