સીબીઆઈએ કર્યો સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ!
CBIએ મ્યાનમારમાં સાયબર ગુલામી માટે ભારતીય યુવકોની હેરાફેરી કરનારા બે એજન્ટોને પકડી પાડ્યા

નવી દિલ્હી સ્થિત સીબીઆઈ હેડ ઓફિસ

નવી દિલ્હી સ્થિત સીબીઆઈ હેડ ઓફિસ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ મ્યાનમાર સ્થિત સાયબર ક્રાઇમ રેકેટ સામે મોટી કાર્યવાહી કરી છે. સાયબર ગુલામી માટે માનવ તસ્કરીમાં સંડોવાયેલા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ માનવ તસ્કરી અને ખોટી રીતે કેદ કરવાના ગુનાઓ સાથે સંબંધિત છે. જેમાં આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
તાજેતરમાં ભારત સરકારે મ્યાનમારથી સાયબર ગુલામીના અનેક પીડિતોને બચાવવામાં સહાય કરી હતી. તપાસ દરમિયાન સીબીઆઈએ એવા એજન્ટોની ઓળખ કરી હતી. જે રાજસ્થાન અને ગુજરાતમાંથી યુવકોને વિદેશમાં ઊંચા પગારની નોકરીનું લાલચ આપીને મ્યાનમાર પહોંચાડતા હતા.
સોયલ અખ્તર અને મોહિત ગીરી નામના બંને એજન્ટો બચાવાયેલા પીડિતો સાથે ભારત પરત ફરતા મળી આવ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું છે કે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને થાઈલેન્ડ મારફતે મ્યાનમાર લઈ જવામાં આવે છે, જ્યાં તેમને ખોટી રીતે કેદ કરીને સાયબર છેતરપિંડી કરાવવામાં આવે છે.
આ સંગઠિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ દ્વારા ડિજિટલ ધરપકડ કૌભાંડ, રોકાણ કૌભાંડ અને રોમન્સ કૌભાંડ જેવા ઓનલાઈન ગુનાઓ કરાવવામાં આવે છે. પીડિતોને શારીરિક શોષણ, ધમકીઓ અને બળજબરીથી ગેરકાયદેસર સાયબર પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે. આવા પીડિતોને હવે “સાયબર ગુલામો” તરીકે ઓળખવામાં આવે છે.
સીબીઆઈએ જણાવ્યું છે કે તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાયદા અમલ એજન્સીઓ સાથે મળીને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય રેકેટ્સનો ભંડાફોડ કરવા પ્રતિબદ્ધ છે.
સાથે જ સીબીઆઈએ નોકરી શોધનારા યુવાનોને ચેતવણી આપી છે કે તેઓ સોશિયલ મીડિયા અથવા અનધિકૃત એજન્ટો દ્વારા આપવામાં આવતી વિદેશી રોજગાર લાલચોથી સાવચેત રહે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.