વલસાડના ભીલાડની હોટલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ
ચાઈનીઝ ગેંગના સંકલનમાં રહીને વિદેશી નાગરિકોને કોલ કરી છેતરપિંડી કરતાં હતા
સુરત રેન્જ આઈજીની સાયબર ક્રાઈમ ટીમે 2 મહિલા સાથે 14 આરોપીની કરી ધરપકડ
સુરત રેન્જ આઈજીની સાયબર ક્રાઈમ ટીમે 2 મહિલા સાથે 14 આરોપીની કરી ધરપકડ
વલસાડના ભીલાડની એક હોટલમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. સુરત રેન્જ આઈજીની સાઇબર ક્રાઇમ ટીમે દરોડા પાડીને કોલ સેન્ટરમાંથી 2 મહિલા સહિત 14 આરોપીઓની અટકાયત કરી છે. કોલ સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓ અમેરિકા સહિતના વિદેશી નાગરિકોને કોલ કરી લોભામણી સ્કીમો આપીને છેતરપિંડી કરતા હતા.
વલસાડના ભીલાડ નજીક નેશનલ હાઇવે પર હોટલ ક્રિસ્ટલ ઈનમાં સુરત રેન્જ આઈજીની સાયબર ક્રાઈમ ટીમે ઓચિંતી રેડ પાડીને આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. હોટલના ચોથા માળે રેડ પાડી 14 કર્મચારીઓને પકડી લીધા છે. જેમાં બે મહિલાનો સમાવેશ થાય છે. જો કે, કોલ સેન્ટરના સંચાલકો હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસે પકડેલાં આરોપીઓ કોલ સેન્ટરમાં નોકરી કરતાં હતા. મોટાભાગના આરોપીઓ બહારના છે અને તેઓ હોટલમાં રહીને કોલ સેન્ટરમાં નોકરી કરતાં હતા. જ્યારે બે અજાણ્યા શખ્સો સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. હોટલ ક્રિસ્ટલ ઈનમાં કોલસેન્ટરમાં રહીને તેઓ વિદેશી નાગરિકોને કોલ કરી ટાર્ગેટ કરતાં હતા. લોભામણી સ્કીમો આપી આંતરરાષ્ટ્રીય ચીટીંગ કૌભાંડ ચલાવી રહ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કોલ સેન્ટરમાં વિદેશીઓનો ડેટા ચાઈનીઝ ગેંગ પાસેથી મેળવવામાં આવ્યો છે. ચાઈનીઝ ગેંગના સંકલનમાં રહીને તમામ આરોપીઓ વિદેશીઓને કોલ કરી તેમની સાથે ચિટીંગ કરી વિદેશી ચલણ મેળવતાં હતા. આ વિદેશી ચલણને ક્રિપ્ટો તેમજ ભારતીય ચલણમાં કન્વર્ટ કરીને મોટાપાયે કૌભાંડ ચલાવી રહ્યા હતા.
છેલ્લા ત્રણ મહિનાથી કોલ સેન્ટર ચાલી રહ્યું છે. સંચાલકોએ હોટેલના ચોથા માળે રૂમ ભાડે રાખી કોલ સેન્ટપ શરૂ કર્યુ હતું. બિન ગુજરાતી કર્મચારીઓ માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ ટીમે સ્થળ પરથી લેપટોપ, કોમ્પ્યુટર અને અન્ય મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. વિદેશના લોકો સાથે વાત કરવા માટે ઇન્ટરનેટ સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. સુરત રેન્જ આઈજીની સાયબર ક્રાઈમ ટીમે ભીલાડ પોલીસ સ્ટેશનમાં 14 સામે નામજોગ અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?