OYO હોટેલમાં 2 બાળકની માતાની 17 ઘા ઝીંકીને હત્યા, પ્રેમી પકડાયો
હોટલમાં શારિરીક સંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ કૃરતાપૂર્વક કરી હત્યા

હોટલમાં શારિરીક સંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ કૃરતાપૂર્વક કરી હત્યા

હોટલમાં શારિરીક સંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ કૃરતાપૂર્વક કરી હત્યા
કર્ણાટકની રાજધાની બેંગલુરુથી હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્થિત ઓયો હોટેલમાં એક પરિણીત મહિલાની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. પરિણીત મહિલાની તેના પ્રેમીએ ઓયો હોટેલમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. આરોપી પ્રેમીએ મહિલાના શરીરના અલગ અલગ ભાગો પર 17 વાર છરીના ઘા કર્યા હતા. મૃતક મહિલાની ઓળખ હરિણી (36) તરીકે થઈ છે.
આરોપી પ્રેમીનું નામ યશસ (25) છે. આરોપી સોફ્ટવેર એન્જિનિયર છે. મૃતક હરિણી પરિણીત હતી અને તેને બે બાળકો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક હરિણીનો યશસ સાથે ગેરકાયદેસર સંબંધ હતો. આરોપીની સુબ્રમણ્યપુર પોલીસે ધરપકડ કરી છે અને કેસની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો-- રાત્રે 1 વાગે હાઇવેના ઢાબા પર પહોચેલી સોનમે એવું કંઇક કહ્યું કે....
એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિણી અને યશસ એક મેળામાં મળ્યા હતા. આ સમય દરમિયાન તેઓ એકબીજા સાથે પરિચિત થયા. પછી તેઓ મિત્રો બન્યા. બંનેએ એકબીજાનો ફોન નંબર લીધો. બંને વાતો કરવા લાગ્યા. ટૂંક સમયમાં બંને ખૂબ નજીક આવી ગયા. ફરવા લાગ્યા. હરિણી અને યશસ વચ્ચે શારીરિક સંબંધો પણ બન્યા. બંને ઘણી વાતો કરવા લાગ્યા. આ સમય દરમિયાન, તેના પતિ દાસે ગૌડાને તેના પર શંકા ગઈ. આ પછી, તેણે હરિણીનો ફોન છીનવી લીધો અને તેને તેની પત્નીના ગેરકાયદેસર સંબંધો વિશે ખબર પડી. ત્યારબાદ દાસે ગૌડાએ હરિણીને ઘરમાં બંધ કરી દીધી.
દરમિયાન, તેનો પ્રેમી યશસ તેનો સંપર્ક ન કરી શકવાને કારણે પાગલ થઈ ગયો હતો. તેથી તેણે તેને શોધીને મારી નાખવાનું નક્કી કર્યું. તેણે હરિણીને મારવા માટે છરી પણ ખરીદી. થોડા મહિનાઓ પછી, હરિણીએ ફરીથી તેના પ્રેમી યશસનો સંપર્ક કર્યો. 6 જૂનના રોજ, વાત કર્યા પછી, બંને પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટમાં ઓયો હોટેલ ગયા. ત્યાં, બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા. આ પછી, યશસે હરિણીને ચાકુ મારીને હત્યા કરી.
કેસની માહિતી મળ્યા પછી, સુબ્રમણ્યપુરા પોલીસ હોટલ પહોંચી. બાદમાં, FSL ટીમને બોલાવવામાં આવી અને તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા. સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. પોલીસે હત્યા બાદ ફરાર આરોપી યશસની ધરપકડ કરી. આરોપીએ કબૂલાત કરી કે તેણે હત્યા કરી કારણ કે હરિણી તેનાથી દૂર રહેતી હતી.
આ પણ વાંચો--- બોયફ્રેન્ડ મેનેજર, HR પત્ની અને મોતનું હનિમુન..ઘરથી 2186 કિમી દૂર પતિની હત્યા..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.