કારમાંથી યુવક- યુવતીની લાશ મળી
પાવાગઢ એસ ટી બસ સ્ટેન્ડ પાસે એક કારમાંથી યુવક- યુવતીની લાશ મળી. બંનેએ નાસ્તામાં ઝેરી પદાર્થ ભેળવી આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા

કારમાંથી યુવક- યુવતીની લાશ મળી

કારમાંથી યુવક- યુવતીની લાશ મળી
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં જ હતાં, જેથી બંનેએ નાસ્તા સાથે ઝેરી પદાર્થ ઘોળી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે, જોકે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઇ ખુલાસો ન થતાં હાલ FSL સેમ્પલ સુરત મોકલવામાં આવ્યાં છે. આ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે
પંચમહાલ ગોધરા ડીવાયએસપી બી.એલ. દેસાઇએ જણાવ્યું હતું કે 28/5/2025ના સાંજના સમયે પાવાગઢ બસ સ્ટેન્ડ સામે કારમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતાં ગાડીના દરવાજા બંધ જોવા મળ્યા હતા, પણ ગાડી ચાલુ હાલતમાં હતી. જેથી મિકેનિકને બોલાવી દરવાજો ખોલી જોતાં બંનેની લાશ મળી હતી. તેમના પરિવારને જાણ કરી પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી છે. એફએસલની મદદ સાથે મૃતદેહોનું પેનલ પીએમ કરાવી એફએસએલ ખાતે મોકલી આપ્યા છે. એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા બાદ બન્નેનાં મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
FSLએ સેમ્પલ સુરત મોકલ્યાં "પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં જ હતાં, જેથી બંનેએ નાસ્તા સાથે ઝેરી પદાર્થ ઘોળી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે,
FSLએ સેમ્પલ સુરત મોકલ્યાં, હાલ મોતનું કારણ અકબંધ
આ બંને પાવાગઢ ખાતે ક્યારે આવ્યાં અને આ પગલું કયા કારણસર ભર્યું તેમજ આ બંનેએ આત્મહત્યા કરી છે કે પછી મોતનું અન્ય કોઈ કારણ છે, એ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે, જોકે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઇ ખુલાસો ન થતાં પોલીસે FSLની મદદથી તપાસ શરૂ કરી છે અને સેમ્પલ સુરત મોકલ્યાં છે. પોલીસ બંનેના પાવાગઢ આવવાનું કારણ અને મૃત્યુ પાછળનાં કારણોની તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.