Bihar : પોલીસ લાઈનમાં લોહિયાળ ખેલ, એક કોન્સ્ટેબલે તેના સાથી પર 11 વાર કર્યું ફાયરિંગ...
બિહારના બેતિયા શહેરની પોલીસ લાઈનમાં શનિવાર રાતે એક જવાને પોતાના સાથીદાર પર ઇન્સાસ રાઈફલથી અંધાધૂંધ ગોળીબાર કર્યો...

ગોળીઓના અવાજથી પોલીસલાઈન ગૂંજી ઉઠ્યું...

ગોળીઓના અવાજથી પોલીસલાઈન ગૂંજી ઉઠ્યું...
બિહારના પશ્ચિમ ચંપારણના બેતિયામાં પોલીસ લાઈનમાં પોલીસકર્મીઓ વચ્ચે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં એક પોલીસકર્મીનું કરુણ મોત થયું છે. માહિતી અનુસાર, બેતિયા પોલીસ લાઈનના બેરેકમાં એક જવાન દ્વારા તેના સાથીદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઈન્સાસ રાઈફલથી સોનુ કુમારને લગભગ એક ડઝન ગોળીઓ ધરબી દેવામાં આવી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ સિપાહી સોનુ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. આ ભયાનક ઘટના શનિવારની રાત્રે લગભગ 12 વાગ્યે બની હતી. એસડીપીઓ વન વિવેક દીપે જણાવ્યું હતું કે, મૃતક સોનુ કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. જ્યારે હત્યા કરનાર જવાન સર્વજીતની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી ઈન્સાસ રાઈફલની 12 ખાલી કારતૂસ મળી આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ લાઈનના બેરેકમાં જવાનો સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો. જવાનો અને પોલીસ લાઈનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા તો જોયું કે સોનુ કુમારનો લોહીથી લથપથ મૃતદેહ પડ્યો હતો. ત્યારબાદ એસપી ડોક્ટર શૌર્ય સુમન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગોળી મારનાર જવાન સર્વજીતની ધરપકડ કરીને મુફસ્સિલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તેની પાસેથી ઈન્સાસ રાઈફલ જપ્ત કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે, સર્વજીત ઈન્સાસ રાઈફલ લઈને ફાયરિંગ કરી રહ્યો હતો અને તેણે સિપાહી સોનુના માથામાં ઘણી ગોળીઓ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ લાઈનમાં ગોળીબારથી ત્યાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સોનુને મોતને ઘાટ ઉતાર્યા બાદ સર્વજીત રાઈફલ લઈને છત પર ચઢી ગયો હતો. સર્વજીતને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સર્વજીત અને સોનુ વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે સર્વજીતે સોનુને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સિપાહી સોનુ કુમારને 11 ગોળીઓ મારવામાં આવી હતી. બીજી તરફ, પોલીસ લાઈનમાં ગોળીબારની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. ચંપારણ રેન્જના ડીઆઈજી હરિકિશોર રાય પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલાની ગહન તપાસ શરૂ કરી દીધી છે. આરોપી સિપાહી પરમજીતની હાલમાં પૂછપરછ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.