હેવાન પિતા જેલના સળિયા પાછળ: છ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ
વતનમાં જમીનના ઝઘડા વચ્ચે દીકરી પર દુષ્કર્મ શરૂ

પરિવારે ઠપકો આપવા છતાં પણ પિતાની નિયત ન બદલાઈ

પરિવારે ઠપકો આપવા છતાં પણ પિતાની નિયત ન બદલાઈ
સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઉત્તર પ્રદેશના વતની અને સુરતની જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક પિતાએ પોતાની જ સગીર દીકરીનું સતત છ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મથી કંટાળીને પીડિત દીકરીએ ઘર છોડીને બે રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી અને અંતે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નરાધમ પિતાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સુરતમાં તેના પત્ની, પુત્રી અને અન્ય સંબંધીઓ સાથે રહેતો હતો. પીડિત દીકરીએ ધોરણ-6 સુધી અહીં અભ્યાસ કર્યા બાદ વતન ગઈ હતી. ત્યાં જમીનના ઝઘડા દરમિયાન પિતાએ 2019માં જ્યારે દીકરી ધોરણ-8માં હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. દીકરીએ માતા અને દાદા-દાદીને જાણ કરી, પરંતુ પિતાએ ઝઘડો કરીને પોતાનું કૃત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પીડિતા પિતાથી બચવા માટે દાદી સાથે સૂવા લાગી હતી.
2023માં દીકરી ધોરણ-12ના અભ્યાસ માટે ફરી સુરત આવી, પરંતુ પિતાની હરકતો યથાવત્ રહી. વિરોધ કરવા પર તે માર મારતો હતો. માતા અને પિતા વચ્ચેના રોજિંદા ઝઘડા અને ત્રાસથી કંટાળીને દીકરી દોઢ મહિના સુધી તેના કાકાના ઘરે રહી. અંતે, પીડા સહન ન થતાં તે 4 મેના રોજ ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન પહોંચી અને બે દિવસ ભૂખી-તરસ્યા રહ્યા બાદ એક ઓળખીતાની મદદથી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી.
પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. આ દરમિયાન, પિતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સાચી હકીકત સામે આવી. પીડિતાની માતા કેન્સરથી પીડિત છે. એસીપી દીપ વકીલે જણાવ્યું કે ફરિયાદના આધારે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.