બનાસકાંઠા: SMCમાં કાર્યરત PIના માતા-પિતાની હત્યા, કારણ અકબંધ
PI ના માતા- પિતા ઘર બહાર ફળિયામાં સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા, હત્યારાઓ થયા ફરાર.

એક જ પરિવારના બે સભ્યોની હત્યા

એક જ પરિવારના બે સભ્યોની હત્યા
બનાસકાંઠામાં ડબલ મર્ડરની હત્યા સામે આવી છે. બનાસકાંઠામાં લાખણીના જસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે. હાલ SMCમાં ફરજ બજાવતા PI એ. વી. પટેલના માતા-પિતાની હત્યા કરવામાં આવી છે. પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી છે.
ઘરમાં દંપતી સૂતું હતું અને તે સમયે અજાણ્યા વ્યક્તિઓ ઘરમાં ઘુસીને હત્યા કરીને ફરાર થયા છે. ઘટનાની જાણ થતાં જ આગથળા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ હત્યારાઓ રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની પોલીસને આશંકા છે.
વધુ તપાસ માટે દંપતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દંપતીની રાત્રિના સમયે ઘરની બહાર ફળિયામાં સુતા હતા તે દરમ્યાન હત્યા કરવામાં આવી છે. સમગ્ર લાખણી ગામમાં શોકનો માહોલ છવાયો છે. ઘરની આસપાસ કોઈ cctv ન હોવાથી પોલીસ આસપાસના રસ્તાના cctv તપાસમાં લઈ રહી છે. લૂંટના ઇરાદાથી હત્યા કરવામાં આવી કે પછી અન્ય કારણ તે હજુ આકબંધ છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.