પહેલા ધોરણના બાળકો ભણવામાં રસ ન હોવાથી પિતાએ કરી હત્યા, પછી પોતે પણ ફાંસો ખાધો
પિતા પુત્રોના શિક્ષણને લઈને ચિંતિત હતો

પિતાએ કરી હત્યા

પિતાએ કરી હત્યા
આંધ્ર પ્રદેશમાં એક પિતાએ કથિત રીતે પોતાના બાળકોની હત્યા કરી દીધી કારણ કે અપર કિન્ડરગાર્ટન (UKG) અને ધોરણ 1માં ભણતા બાળકોને અભ્યાસમાં રસ નહોતો. પોલીસના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીમાં કામ કરતા 35 વર્ષીય વનપલ્લી ચંદ્ર કિશોરે બંને બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખ્યા અને પછી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શરૂઆતની તપાસમાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં મૃતકે પુત્રોના નબળા શૈક્ષણિક દેખાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેને ડર હતો કે ભવિષ્યમાં તેના પુત્રો સ્પર્ધાનો સામનો કરી શકશે નહીં.
અહેવાલો અનુસાર, મૂળ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડેપલ્લીગુડેમના રહેવાસી મૃતક વનપલ્લી ચંદ્ર કિશોર પુત્રોના શિક્ષણને લઈને ચિંતિત હતો. તેમણે યુકેજી અને પહેલાં ધોરણમાં ભણતા બાળકોની શાળા પણ બદલી હતી. તેમને આશા હતી કે નવી શાળા તેમના બંને પુત્રોના શિક્ષણ સ્તરમાં સુધારો કરશે.
ઘટના અંગે માહિતી આપતાં સ્થાનિક પોલીસ અધિકારી બી પેદ્દીરાજુએ જણાવ્યું હતું કે, 'મૃતક તેની પત્ની અને બાળકો સાથે ઓફિસ હોળી પાર્ટીમાં હાજરી આપવા ગયો હતો.આ દરમિયાન તેમણે પત્નીને કહ્યું કે બાળકો માટે યુનિફોર્મ લઈને પાછો આવે ત્યાં સુધી તું ઓફિસમાં જ રહેજે. પત્નીને આશ્વાસન આપ્યા પછી, તે બાળકો સાથે ઘરે આવ્યો અને પછી તેણે 6 અને 7 વર્ષના પુત્રોને દોરડાથી બાંધીને પાણીથી ભરેલી અલગ ડોલમાં ઊંધા ડુબાડી દીધી. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.'
પત્નીએ ઓફિસમાં ઘણો સમય રાહ જોઈ પણ જ્યારે તે પાછો ન આવ્યો, ત્યારે તે તેના પતિના કેટલાક સાથીદારો સાથે ઘરે ગઈ. ઘરે આવ્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.