રાજકોટમાં સગીરા પર બર્બરતા
બળાત્કાર બાદ માતા-બહેને પ્રાઇવેટ પાર્ટમાં મરચાંની ભૂકી નાખી
માનવતાને શરમસાર કરનારી એક ઘટના સામે આવી
માનવતાને શરમસાર કરનારી એક ઘટના સામે આવી
રાજકોટ, 19 ઓગસ્ટ 2025: રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમાજની સંવેદનશીલતા પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. 16 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની માતા, બહેન સહિત પાંચથી છ મહિલાઓએ તેના ગુપ્તાંગમાં મરચાંની ભૂકી નાખી, ગંભીર ઈજા પહોંચાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સગીરા હાલ રાજકોટના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહે છે. તેણે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ફુવાએ તેની સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા, જેના કારણે તે ગર્ભવતી બની હતી. 24 ફેબ્રુઆરી 2025ના રોજ તેણે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ તેના પિતાએ ફુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અમાનવીય અત્યાચારસગીરાએ જણાવ્યું કે સુવાવડ બાદ તે નડિયાદ ખાતેના ઘરે રહેતી હતી. સુવાવડના એક અઠવાડિયા પછી, તેની માતા, મોટી બહેન અને આજુબાજુમાં રહેતી પાંચથી છ મહિલાઓએ તેને ભૂંડી ગાળો આપવાનું શરૂ કર્યું. તેમણે ફુવા સાથે ફરી સંબંધ રાખવાની ધમકી આપી અને કહ્યું કે "જો ફરી આવું કર્યું તો તને મારી નાખીશું." આ દરમિયાન, માતા સહિતની મહિલાઓએ તેને બળજબરીથી પકડી રાખી, અને મોટી બહેને તેના ગુપ્તાંગમાં મરચાંની ભૂકી નાખી, જેનાથી તેને ગંભીર ઈજા થઈ.
સગીરાએ જણાવ્યું કે આ બધા સંબંધીઓ અને આજુબાજુના લોકો હોવાથી તેણે શરૂઆતમાં ફરિયાદ નહોતી કરી. જોકે, 2 ઓગસ્ટ 2025ના રોજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના કાઉન્સેલરે તેની પૂછપરછ કરતાં આખી ઘટના પ્રકાશમાં આવી, અને તેણે હિંમત ભેગી કરીને સમગ્ર હકીકત જણાવી.
આ ઘટનાએ સમાજમાં આઘાત અને ગુસ્સો ફેલાવ્યો છે. લોધિકા પોલીસે સગીરાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટના માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ સમાજની માનસિકતા પર સવાલ ઉભો કરે છે, જ્યાં એક પીડિતા પર આવી નિર્દયતા દર્શાવવામાં આવી.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો