લાઠીમાં પતિ રમ્યો લોહીની હોળી
ચારિત્ર પર શંકા રાખી પત્નીની કરી હત્યા

પતિએ કરી પત્નીની હત્યા

પતિએ કરી પત્નીની હત્યા
ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં અકસ્માત, મારામારી સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અમરેલીના લાઠીમાં 26 વર્ષીય પત્નીને તેના પતિએ મોતની ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. પત્નીના અન્ય પુરુષ સાથે સબંધ હોવાની શંકાને લઈને પતિએ પત્નીને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, અમરેલીના લાઠી શહેરમાં કેરિયા રોડ પરના ખોડિયાર નગર ખાતે રેહાના નામની યુવતીને તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી હતી. પત્નીના ચારિત્ય પર શંકામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે કૃરતાથી પત્નીની હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલીના DYSP અને લાઠી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસે આરોપી ગુલાબ કરીમ શમા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.