અમદાવાદમાં આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ
ક્રાઈમ બ્રાન્ચના PI પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર આરોપી સંગ્રામસિંહ પર પગ પર મારી ગોળી
આરોપી સંગ્રામસિંહ
આરોપી સંગ્રામસિંહ
અમદાવાદના રામોલ વિસ્તારમાં અપહરણ-ખંડણીના ગુનેગાર સંગ્રામસિંહ શિકરવાર પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને રામોલ પોલીસ સ્ટેશનથી કસ્ટડીમાં લેવા ગઈ હતી. આ દરમિયાન સંગ્રામસિંહે ક્રાઈમ બ્રાન્ચના PI એસ. જે. જાડેજાની રિવોલ્વર છીનવીને ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સંગ્રામસિંહના પગમાં ગોળી મારી
આ સ્થિતિની ગંભીરતા જોતા અને કોઈ મોટી ઘટના ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચના અન્ય અધિકારીએ તાત્કાલિક પોતાની રિવોલ્વરમાંથી સંગ્રામસિંહના પગમાં ગોળી મારી, જેનાથી તે ઢળી પડ્યો હતો. આ હિંમતભર્યા પગલાંથી મોટી દુર્ઘટના અટકી હતી.
જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખની ખંડણી લીધી
આરોપી સંગ્રામસિંહ શિકરવાર અને તેના સાગરીતોએ વટવાના એક જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખની ખંડણીની રકમ લીધી હતી. આ ગુના બદલ રામોલ પોલીસે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના DCP અજીત રાજીયને જણાવ્યું કે, સંગ્રામસિંહને ગાડીમાં લઈ જતી વખતે તેણે PI પર હુમલો કર્યો હતો.
સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
હાલમાં સંગ્રામસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે. તેની સામે પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસનો વધુ એક ગુનો નોંધવામાં આવશે. આ આરોપી સામે અગાઉ પણ હત્યા, અપહરણ, ખંડણી, જૂથહિંસા સહિતના ગંભીર 9 ગુનાઓ નોંધાયેલા છે, જે તેની ગુનાહિત પ્રવૃત્તિઓ અને હિંસક સ્વભાવને દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?