Ahmedabad:શહેરમાં વધતો જતો આતંક, BJP મ્યુનિસિપલ કાઉન્સિલર પર થયો હુમલો
અમદાવાદ શહેર ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરોએ ભાજપના કાઉન્સિલર સિદ્ધાર્થ મોદી ઉપર હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડી

BJPના કાઉન્સિલર સિદ્ધાર્થ મોદી પર હૂમલો

BJPના કાઉન્સિલર સિદ્ધાર્થ મોદી પર હૂમલો
શહેરમાં દિન-પ્રતિદિન લુખ્ખા તત્વોનો આતંક વધતો જઇ રહ્યો છે. નજીવી બાબતમાં પણ આતંક ફેલાવવા અસામાજિક તત્વો પળવાર પણ વિચારતા નથી. હાલમાં શહેરમાં વ્યાજખોરોના આતંકનો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક:
અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોએ ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર પર વ્યાજની બાબતે હૂમલો કર્યો હતો. ભાજપના કાઉન્સિલર સિદ્ધાર્થ મોદી ઉપર માથાના ભાગે પાઇપથી હૂમલો કરતાં ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતે ઇજા પહોંચતા સિદ્ધાર્થ મોદીએ LG હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિવેકાનંદનગર પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધડપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરોના આવા આતંક સામે વિવેકાનંદનગરની જનતામાં ભયનો માહોલ સર્જાયો છે.
ગુજરાતના ગૃહ મંત્રીના વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હોવા છતાં વ્યાજખોરોને કાયદાનો ડર રહ્યો નથી. આતંકીઓ બેફામ બની ભાજપના વર્તમાન કાઉન્સિલર પર પણ હૂમલો કરવાની તાકાત ધરાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.