અમદાવાદ: ટાવરમાંથી કોપર કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ ગ્રામ્ય LCBએ 4 આરોપીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોબાઈલ ટાવર કેબલ ચોરી

મોબાઈલ ટાવર કેબલ ચોરી
અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ટાવરના મોંઘા કેબલ ચોરી થવાની ઘટનાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વણઉકેલાયેલા ગુનાઓને ગંભીરતાથી લઈને પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. આ દિશામાં કાર્યવાહી કરતા LCB પી.આઈ. આર.એન. કરમટીયાની ટીમે તપાસ શરૂ કરી હતી.
બાતમીના આધારે ચાર રીઢા ગુનેગારો ઝડપાયા :
LCB ની ટીમને તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દેસાઈ અને કલ્પેશભાઈ ડામોર દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની વિગતો નીચે મુજબ છે:
વિકાસ શંકરનાથ યોગી: રહે. નિકોલ, અમદાવાદ (મૂળ રાજસ્થાન)
પપ્પુનાથ ધર્માનાથ યોગી: રહે. નરોડા, અમદાવાદ (મૂળ રાજસ્થાન)
અભિષેક દેવલાલ બારી: રહે. નિકોલ, અમદાવાદ (મૂળ મધ્યપ્રદેશ)
જગદીશ ચંપાલાલ માલી: રહે. નિકોલ, અમદાવાદ (મૂળ રાજસ્થાન)
લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે :
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ટાવર પરથી કોપર કેબલની ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 213.500 કિલોગ્રામ કોપર કેબલ (કિંમત ₹ 2,34,850) અને વાહન સહિત કુલ ₹ 3,80,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં આ તમામ આરોપીઓને કણભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમના દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓની પણ તપાસ કરવામાં આવશે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય