અડાલજ હત્યા કેસના સાયકો કિલરની ધરપકડ
ગાંધીનગરના અડાલજ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સાયકો કિલરની ધરપકડ કરી
સાયકો કિલરની ધરપકડ
સાયકો કિલરની ધરપકડ
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે અડાલજ વિસ્તારમાં બનેલા હત્યાના કેસનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે, જેમાં પોલીસે સાયકો કિલર વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અત્યંત ખતરનાક અને માનસિક રીતે અસ્વસ્થ સ્વભાવનો ગુનેગાર છે, જેના પર ભૂતકાળમાં પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
વૈભવ પર હુમલો કરીને કરી હતી હત્યા
આ અડાલજ હત્યા કેસમાં આરોપીએ અત્યંત ક્રૂરતાથી વૈભવ નામના યુવક પર હુમલો કરી તેની હત્યા કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે વૈભવ પોતાના જન્મદિવસની ઉજવણી માટે તેની મહિલા મિત્ર આસ્થા સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે ગયો હતો. આ દરમિયાન, આરોપીએ તેમના પર હુમલો કર્યો, જેના કારણે વૈભવનું મૃત્યુ થયું અને તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા.
આ પણ વાંચો: તિહાર જેલથી સીરિયલ કિલર સોહરાબ ફરાર: જેલ પ્રસાસને આદરી શોધખોળ
આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ
ગંભીર રીતે ઇજાગ્રસ્ત આસ્થા અર્ધબેભાન અવસ્થામાં મળી આવી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડીને સર્જરી કરવી પડી હતી. પોલીસે આ હત્યા કેસની તપાસ ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્તચર માહિતીના આધારે કરી અને આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં આ ગુના અંગે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?