ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામની સીમમાં યુવક-યુવતીની હત્યા
યુવતીના ગુપ્તાંગમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી સામુહિક દુષ્કર્મ ગુજાર્યાની આશંકા

મૃતક યુવક-યુવતી પંચમહાલ જિલ્લના કાલોલ તાલુકાના રહેવાસીઃ યુવતીના આજે હતા લગ્ન

મૃતક યુવક-યુવતી પંચમહાલ જિલ્લના કાલોલ તાલુકાના રહેવાસીઃ યુવતીના આજે હતા લગ્ન
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામની સીમમાં બુધવારે બપોરે ખેતરમાંથી યુવક-યુવતીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. માથામાં બોથડ પદાર્થ મારીને યુવકની તેમજ સામુહિક દુષ્કર્મ આચરીને યુવતીની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં એસપી રાજેશ ગઢીયા તેમજ એલસીબી, એસઓજીએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક-યુવતી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રહેવાસી છે અને મૃતક યુવતીના 24 એપ્રિલ 2025ના રોજ લગ્ન હોવાનું જાણવા મળ્યુ છે.
મહિસા ગામની સીમના ખેતરમાંથી મળેલા મૃતક યુવક-યુવતીના માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. આ હત્યા કોણે કરી, અન્ય સ્થળે હત્યા કરીને પુરાવાનો નાશ કરવા નાખી દેવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી મળેલા મોબાઈલના આધારે યુવક-યુવતી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. મૃતક યુવતીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાના નિશાન હોવાથી સામુહિક દુષ્કર્મ કરીને યુવતીની હત્યા કર્યા બાદ યુવકના માથામાં બોથડ પદાર્થ મારી બંનેની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
ખેતરના માલિક દિલીપસિંહ ગોહિલના ખેતરમાં તબેલો પણ છે. તેઓ સવારે ઢોર લેવા આવ્યા ત્યારે બંને મૃતદેહ જોઈને હેબતાઈ ગયા હતા. મિત્ર સાથે ઘટના સ્થળ ઉપર જઈ તપાસ કર્યા બાદ મહુધા પોલીસને જાણ કરી હતી. તબેલામાંથી ખાટલો લઈ જઈ યુવકની હત્યા કરી તેમાં સુવડાવ્યો હોવાની શક્યતા છે. મહુધા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવતીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ હોવાથી પોલીસે એફએસએલની પણ મદદ લીધી હતી. પોલીસે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
મૃતદેહ નજીકથી યુવકનો મોબાઈલ મળી આવતાં પોલીસે યુવક-યુવતીની ઓળખ કરી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે યુવક-યુવતીના પરિવારજનોને બોલાવી સમગ્ર ઘટના અંગે પૂછપરછ શરૂ કરી છે. મૃતક યુવતીની એક વર્ષ અગાઉ વડોદરા જિલ્લાના કોઈ ગામમાં સગાઈ કરવામાં આવી હતી. જ્યારે 24 એપ્રિલ 2025ને ગુરૂવારના રોજ યુવતીના લગ્ન હતા. પરંતુ લગ્ન થાય તે પહેલાં યુવતી ભાગી ગઈ હોવાનું અને તેનો મૃતદેહ મળ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.