કોઠંબા પોલીસ સ્ટેશનમાં PI-કોન્સ્ટેબલ વચ્ચે ઈલુ-ઈલુ
લગ્નેત્તર સંબંધનો ભાંડાફોડ થતાં PI અને મહિલા કોન્સ્ટેબલ ફરજ મોકૂફ, તપાસના આદેશ

કોઠંબા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

કોઠંબા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા
મહિસાગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ચકચાર મચી છે. કારણ કે કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના કથિત લગ્નેત્તર સંબંધો સામે આવ્યા છે. આ ઘટના બહાર આવતા જિલ્લા પોલીસ વડા સફિન હસને તરત જ બંનેને ફરજ મોકૂફ કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પ્રાથમિક તપાસમાં PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે અંગત સંબંધ હોવાનો પુરાવો સામે આવ્યો હતો. સાથે સાથે બંનેએ ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવવાનો પણ આરોપ છે.
આ મામલે મહિસાગર SP સફિન હસને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. હુકમમાં ઉલ્લેખ છે કે જો બંને અધિકારીઓ ફરજ પર ચાલુ રહેશે તો પુરાવા સાથે છેડછાડ થવાની શક્યતા છે. તેથી, નિષ્પક્ષ તપાસ માટે તેમને તાત્કાલિક ફરજમાંથી હટાવાયા છે.
આ કાર્યવાહી બાદ સમગ્ર પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો તપાસમાં બંને કસૂરવાર સાબિત થશે તો ફરજિયાત નિવૃત્તિ અથવા નોકરીમાંથી બરતરફી જેવી કડક કાર્યવાહી થઈ શકે છે.
મહિસાગર જિલ્લામાં બનેલી આ ઘટનાએ પોલીસ વિભાગની છબી પર સવાલો ઉભા કર્યા છે અને વહીવટી સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બાળકોને શૌચાલય માટે બસ રોકવામાં આવી હતી અને એ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી! કન્નૌજના આ ભયાનક અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓનાં મોત અને 25 જેટલા લોકો ઘાયલ થયા.

પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી, તો પિયર પક્ષે લગાવ્યો હત્યાનો ગંભીર આક્ષેપ! અરવલ્લીની નીલમબેન પંચાલના શંકાસ્પદ મોત પાછળ શું છે રહસ્ય?

રાજસ્થાનના અજમેરમાં 35 વર્ષીય રાકેશને દારૂ પીવડાવવાના બહાને એકાંત રસ્તે લઈ જઈ 3 કિલોના પથ્થરથી 15થી 20 ઘા મારવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે.