પાલનપુર હનીટ્રેપ કેસમાં પોલીસકર્મી સહિત 3 ઝડપાયા
ડીસાના જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી 50 લાખની ખંડણી માંગી હતી, આરોપીઓ રિમાન્ડ પર

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને આરોપી પોલીસ કર્મીની તસવીર

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને આરોપી પોલીસ કર્મીની તસવીર
બનાસકાંઠાના પાલનપુરમાં હનીટ્રેપ દ્વારા જમીન દલાલ પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં પોલીસ કર્મચારીની સંડોવણી બહાર આવી છે. એલસીબીના પોલીસકર્મી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે. પોલીસે રિમાન્ડ ઉપર લઈ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા દ્વારા રચાયું કાવતરું
પોલીસ તપાસ મુજબ આરોપીઓએ એક યુવતી મારફતે ડીસા વિસ્તારના જમીન દલાલ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક સાધ્યો હતો. મિત્રતા વધાર્યા બાદ દલાલને વિશ્વાસમાં લઈને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો. પૂર્વ આયોજન મુજબ આરોપીઓએ યુવતી અને દલાલની અંગત ક્ષણોનો વીડિયો બનાવી લીધો હતો.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી
આરોપીઓએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી જમીન દલાલ પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. દલાલે ઘટના અંગે પોલીસને જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી.
પોલીસ કર્મચારીની સંડોવણીનો પર્દાફાશ થયો
તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત સામે આવી છે કે, આ કેસમાં પોલીસ કર્મચારીની સંડોવણી હતી. એલસીબીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ હેડક્વાર્ટરમાં કાર્યરત જોરાવરસિંહ ડાભીની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે આંત્રોલીના વિજયસિંહ ડાભી અને જીતેન્દ્રસિંહ ચૌહાણને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.
કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
પાલનપુર પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ માગતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે, આ ટોળકીએ અગાઉ અન્ય લોકોને ફસાવ્યા છે કે કેમ અને સમગ્ર કાવતરામાં યુવતીની શું ભૂમિકા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.