23 વર્ષીય અપરણિત શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી
સુરત: સગીર વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનું સામે આવ્યું, આજથી એબોર્શન પ્રક્રિયા શરૂ

આરોપી શિક્ષિકા

આરોપી શિક્ષિકા
સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડીકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીરા વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જો કે, સગીરાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે DNAના સેમ્પલ લેઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આપવાનો બાકી છે.
આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા ક્રોટે ગાયનેક ડોકટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. એબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે.
સગીરા વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું પૂણા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો.
ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે
પોલીસે એ ગર્ભ કોના થકી છે એ અંગે પૂછપરછ કરતાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે, દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો, આથી તેઓ અવારનવાર એકાંત માણતાં હતાં. તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે, જોકે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના DNA માટે સેમ્પલ લઈ મોકલી આપ્યા છે જેના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.