અનિલ અંબાણીને મોટો આંચકો-EDએ વધુ સંપત્તિ જપ્ત કરી
અનીલ અંબાણીની કંપની પર PMLA હેઠળ કાર્યવાહી: કૌભાંડમાં કુલ જપ્તી ₹9000 કરોડને પાર.

અનિલ અંબાણી પર ફરી એક વાર EDની મોટી કાર્યવાહી

અનિલ અંબાણી પર ફરી એક વાર EDની મોટી કાર્યવાહી
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમની કંપનીઓ સાથે સંકળાયેલા એક મની લોન્ડરિંગ તપાસ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દેશના વિવિધ ભાગોમાં આવેલી અનીલ અંબાણીની ₹1,400 કરોડથી વધુની નવી સંપત્તિઓ જપ્ત કરી છે.
અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્તીનો આ નવીનતમ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે. અગાઉ EDએ આ જ કેસમાં ₹7,500 કરોડ ની સંપત્તિઓ જપ્ત કરી હતી.
જપ્તીનો આંકડો ₹9000 કરોડને પાર
નવીનતમ આદેશ હેઠળ ₹1,400 કરોડથી વધુની સંપત્તિ જપ્ત થતાં, આ સમગ્ર કેસમાં કુલ જપ્તીનો આંકડો હવે આશરે ₹9,000 કરોડ સુધી પહોંચી ગયો છે. આ કાર્યવાહી દર્શાવે છે કે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે EDનો સકંજો વધુ કડક થઈ રહ્યો છે. આ જ કેસના સંબંધમાં અગાઉ ED દ્વારા રિલાયન્સ ગ્રુપના એક એક્ઝિક્યુટિવની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સમગ્ર કેસ
આ મની લોન્ડરિંગની તપાસ મુખ્યત્વે અનિલ અંબાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આર્થિક કૌભાંડો સાથે સંબંધિત છે. અગાઉના તબક્કામાં ED દ્વારા રિલાયન્સ ગ્રુપના એક એક્ઝિક્યુટિવની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ નકલી બેંક ગેરંટી સાથે સંકળાયેલા કૌભાંડ પર આધારિત છે, જેમાં કંપનીઓએ ગેરકાયદેસર રીતે મોટી રકમનું વ્યવહાર કર્યો હોવાનો અને મની લોન્ડરિંગ કર્યું હોવાનો આરોપ છે.
ED દ્વારા PMLA હેઠળ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિને ત્રાહિત પાર્ટીને ટ્રાન્સફર થતી અટકાવે છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેને જપ્ત રાખે છે. જોકે આ મામલે રિલાયન્સ ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે જવાબ આપવામાં આવ્યો નથી.
PMLA હેઠળ સતત કાર્યવાહી
ED દ્વારા કરવામાં આવેલી આ જપ્તીની કાર્યવાહી મની લોન્ડરિંગ વિરુદ્ધ કાયદાકીય સપાટો દર્શાવે છે. PMLA હેઠળ જારી કરાયેલા આદેશો દ્વારા તપાસ એજન્સી ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલી આવકમાંથી ખરીદાયેલી સંપત્તિઓને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરે છે. આ વિશાળ જપ્તી ભારતના કોર્પોરેટ જગતમાં મની લોન્ડરિંગના આરોપોની ગંભીરતા દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

AI ના નામે ક્વોલિટી સાથે બાંધછોડ નહીં: માઈક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO નો હુમલો

AI પ્રોજેક્ટ્સમાં તેજી આવતા જ TCSએ મધ્યમ અને સીનિયર લેવલે વધાર્યું પેઆઉટ, અપાશે 100% બોનસ

ક્વિક કોમર્સમાં Blinkit એ રચ્યો ઇતિહાસ- Q3 માં કંપનીનો નફો 73% વધીને ₹102 કરોડ થયો..