૨૦૨૬ માં શું કિલો ચાંદી અઢી લાખને પાર કરશે?
ઔદ્યોગિક માંગ, પૂરવઠા ખાધ, કેન્દ્રીય બેંકોની ખરીદી અને ભારતની વધતી આયાત

ચાંદી બજારમાં તેજી

ચાંદી બજારમાં તેજી
2026 માટે વિશ્વનું સિલ્વર માર્કેટ છેલ્લા દશ વર્ષમાં ન જોવા મળેલી તેજીનો તોખાર અત્યારે જોવા મળે છે.. એક સમયનો દ્વિતીય કિંમતી ધાતુ એટલે કે સોનાનો વિકલ્પ, હવે ઇલેક્ટ્રિક વાહનો, સોલાર મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર્સ, AI આધારિત ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ચાંદી ની વધતી માંગ ને કારણે ચાંદી સોના ના પછાડી માંગ માં આગળ નીકળી ગઇ છે.
આ પરિવર્તન ચક્રિય નથી—સ્ટ્રક્ચરલ છે.
માંગ દર વર્ષે વધી રહી છે
પુરવઠો સ્થિર છે
અને કેન્દ્રીય બેંકો સિલ્વર તરફ એવું ધ્યાન આપી રહી છે જેમ તેઓ થોડા વર્ષો પહેલા ગોલ્ડ તરફ આપતું શરૂ કર્યું હતું
વિશ્વમાં લાંબા સમયથી સિલ્વર ઘટ વર્તાઇ રહી છે, જે હવે ભાવની દિશા, રોકાણકારોની માનસિકતા, ઔદ્યોગિક આયોજન અને રાષ્ટ્રીય ભંડાર નીતિઓને બદલી રહ્યો છે.
ભારત—જે વિશ્વના સૌથી મોટા સિલ્વર ઉપભોક્તા દેશોમાં છે—તેના માટે આ એક મોટી તક સાથે મોટો જોખમ બંને છે.
વૈશ્વિક સિલ્વર વપરાશમાં 50%થી વધુ હિસ્સો હવે ઔદ્યોગિક ઉપયોગનો છે.
મહત્વના આંકડા (2024)ઔદ્યોગિક માંગ: 700 મિલિયન ઔન્સથી વધુ
સોલાર ક્ષેત્રની માંગ: 200 મિલિયન ઔન્સ+
મુખ્ય ક્ષેત્રો:
સોલાર પેનલ્સ
સેમિકન્ડક્ટર્સ
EV પાવરટ્રેન્સ
5G નેટવર્ક્સ
AI ડેટા સેન્ટર્સ
સિલ્વરની વૈકલ્પિક ધાતુ ઉપલબ્ધ નથી. તેની સર્વોત્તમ કન્ડક્ટિવિટી તેને સોલાર, ચિપ્સ, સર્વર્સ અને આધુનિક ઇલેક્ટ્રોનિક્સમાં અનિવાર્ય બનાવે છે.
ભૌતિક (Physical) રોકાણના પ્રવાહઅમેરિકા, ભારત, જર્મની અને ઓસ્ટ્રેલિયા—આ ચાર દેશો મળીને 80% વૈશ્વિક ફિઝિકલ સિલ્વર ખરીદી કરે છે.
2023–25 દરમિયાન સિલ્વરના ભાવમાં 80%થી વધુ ઉછાળો થતા રોકાણકારોની માંગ ઐતિહાસિક સ્તરે પહોંચી છે.
વૈશ્વિક પુરવઠાની સ્થિતિ: સતત ઘટવિશ્વ ચોથા સતત વર્ષથી મોટા સિલ્વર પૂરવઠા ઘટનો સામનો કરી રહ્યું છે.
મહત્વના આંકડા (2024)વૈશ્વિક ખાણ ઉત્પાદન: 1,030.6 મિલિયન ઔન્સ
વૈશ્વિક માંગ: 1,148.3 મિલિયન ઔન્સ
ડિફિસિટ: 117 મિલિયન ઔન્સ
(લગભગ 3,640 ટન)
રીસાયક્લિંગ થોડી મદદ કરે છે, પરંતુ ડિફિસિટ પૂરો કરવા પૂરતું નથી.
સિલ્વરનું મોટા ભાગનું ખનન કોપર, ઝિંક, લેડની બાય-પ્રોડક્ટ તરીકે થાય છે. એટલે કે, સિલ્વર મોંઘું થવાથી ખાણો તરત ઉત્પાદન નથી વધારતી.
વિશ્વના મુખ્ય ઉત્પાદક દેશોમેક્સિકો: 6,400 ટન
ચીન: 3,400 ટન
પેરુ: 3,100 ટન
ચિલી: 1,400 ટન
પોલેન્ડ: 1,300 ટન
પરંતુ ક્યાંય એવું ઉત્પાદન વૃદ્ધિ દેખાતું નથી જે વધતી માંગને સંતુલિત કરી શકે.
કેન્દ્રીય બેંકોનો વધી રહેલો રસસુપર-ટાઇટ માર્કેટે હવે રાષ્ટ્રીય ભંડાર સંસ્થાઓનું ધ્યાન ખેંચ્યું છે.
રશિયા અને સાઉદી અરેબિયા છેલ્લા વર્ષોમાં ફિઝિકલ સિલ્વર સંગ્રહ વધારી રહ્યા છે.
જો વિશ્વની કેન્દ્રીય બેંકો માત્ર 1% રિઝર્વ સિલ્વરમાં શિફ્ટ કરે, તો જરૂર પડશે:
170 મિલિયન ઔન્સ (20% વૈશ્વિક વાર્ષિક ઉત્પાદન)
મૂલ્ય: ₹10 લાખ કરોડ+
આટલો નાનો ફેરફાર પણ ભાવને આકાશે પહોંચાડવામાં પૂરતો થશે.
ભારતનું સિલ્વર ઇકોસિસ્ટમભારતમાં સિલ્વરની માંગને આગળ ધપાવે છે:
દાગીના, પરંપરાગત ઉપયોગ
સોલાર મેન્યુફેક્ચરિંગ
બાર/કોઈન્સમાં રોકાણ
2022 પછી ETFsમાં વધતી ભાગીદારી
ભારતીય પરિવારો દ્વારા એકત્ર સિલ્વર:
840 મિલિયન ઔન્સ (26,100 ટન)
ભારતની સિલ્વર ETF હોલ્ડિંગ (2024):
58 મિલિયન ઔન્સ (1,800 ટન)
18 મહિનામાં 51% વધારો
ભારત પાસે માત્ર 8 ટન સ્થાનિક સિલ્વર રિઝર્વ છે—અથવા લગભગ સંપૂર્ણ આયાત આધારિતતા.
મુખ્ય સ્ત્રોતો: મેક્સિકો, ચીન, હોંગકોંગ, યુકે, આફ્રિકી દેશો.
ભારતમાં ભાવ અને જોખમ2026 માટે ભારતમાં ભાવનું અનુમાન ₹2.4 લાખ/kg સુધી જઇ શકે છે.
તેજીના આગળ ધપાવતા પરિબળો:
વૈશ્વિક ડિફિસિટ
રૂપી–ડોલર અવમૂલ્યન
આયાત આધારિત
ઔદ્યોગિક માંગ
રોકાણકારોની ભાગીદારી
ઉંચા ભાવથી રિટેલ ખરીદી ઘટી શકે
વૈશ્વિક મંદી ઔદ્યોગિક માંગ ઘટાડે
USD ઇન્ડેક્સની વોલેટિલિટી
અતિ-ઉંચા ભાવ પર સ્થાનિક રીસાયક્લિંગ વધી શકે
પરંપરાગત મોડલ્સ:
$56 – $65 પ્રતિ ઔન્સ
આક્રમક પ્રોજેક્શન:
$72 – $88 પ્રતિ ઔન્સ
2026 સુધી ઔદ્યોગિક માંગ:
1.25 બિલિયન ઔન્સ+
માઇન સપ્લાય:
810–820 મિલિયન ઔન્સ
ડિફિસિટ ઓછામાં ઓછા 2 વર્ષ વધુ ચાલશે.
2026માં ભારત માટે અનુમાન (રૂપિયામાં) Baseline:₹1.9 લાખ – ₹2.2 લાખ/kg
Bullish:₹2.3 લાખ – ₹2.4 લાખ/kg
Extreme Bull Case:₹2.6 લાખ+/kg
(જો કેન્દ્રીય બેંકોની ખરીદી તેજ થાય)
સિલ્વર હવે માત્ર પરંપરાગત કિંમતી ધાતુ નથી—
તે હવે વ્યૂહાત્મક ઔદ્યોગિક મેટલ છે.
વૈશ્વિક ડિફિસિટ, ઔદ્યોગિક વપરાશનો બૂમ, કેન્દ્રીય બેંકોનો રસ અને ભારતની આયાત આધારિતતા—આ ચારેય મળીને સિલ્વરને રોકાણકારો માટે મોટી તક અને
ઉદ્યોગો માટે મોટો જોખમ બનાવી રહ્યા છે.
સિલ્વર હવે ગોલ્ડને અનુસરતું નથી—
તે એક નવા મેટલ સુપર-સાયકલનું નેતૃત્વ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.