આ ધનતેરસે રોકાણ ક્યાં કરવું જોઈએ?
સોના-ચાંદીમાં રોકાણકારોને છેલ્લા સાત વર્ષથી કમાણી જ કમાણી

સોના-ચાંદીમાં સાત વર્ષથી કમાણી જ કમાણી

સોના-ચાંદીમાં સાત વર્ષથી કમાણી જ કમાણી
ધનતેરસના શુભ દિને સોના-ચાંદીની ખરીદી અને રોકાણ મંગલમય ગણાય છે. આ કિંમતી ધાતુ વાસ્તવમાં રોકાણકારો માટે શુભ સાબિત થઈ છે. છેલ્લા 7 વર્ષથી સોના-ચાંદીમાં રોકાણકારોને વધારે માત્રામાં નફો જોવા મળ્યો છે. 2021ને બાદ કરતાં 2016થી સોનામાં વાર્ષિક ધોરણે આકર્ષક રિટર્ન મળ્યું છે. ગત ધનતેરસે સોના-ચાંદીમાં કરેલું રોકાણ આજે રોકાણકારોને આકર્ષક 30 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યું છે. અમદાવાદ બુલિયન બજારમાં ધનતેરસથી ધનતેરસ સોનાના ભાવ રૂ. 19000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીના ભાવ રૂ. 25000 પ્રતિ કિગ્રા વધ્યા છે.
વૈશ્વિક પડકારો વચ્ચે છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીની કિંમતોમાં સતત વધારો થઈ રહ્વયો છે. ચાંદીના રોકાણકારોને સવાયુ રિટર્ન મળ્યું છે. જો વાત કરીએ તો અમદાવાદમાં ધનતેરસથી ધનતેરસ સોનામાં 10 ગ્રામદીઠ 30.64 ટકા જ્યારે ચાંદીમાં કિલોગ્રામ દિઠ 34.72 ટકા ઉછાળો નોંધાયો છે. ગત 10 નવેમ્બરે સોનાની કિંમત રૂ. 62000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત રૂ. 72000 પ્રતિ કિગ્રા હતી. ગઈકાલે સોનુ રૂ. 81000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 97000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.