અનિલ અંબાણી ગૃપના બે પૂર્વ અધિકારીઓની ધરપકડ
મની લોન્ડરિંગ કેસમાં EDએ RAAGના પૂર્વ MD સતીશ સેઠ અને ગૌતમ દોશીની ધરપકડ કરી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
અનિલ અંબાણીના જૂથ સામે કાર્યવાહી અંતર્ગત EDએ રિલાયન્સ અનિલ અંબાણી જૂથના ગૃપના પૂર્વ MD સતીષ સેઠ અને ગૌતમ ભાઈલાલ દોશીની PMLA હેઠળ ધરપકડ કરીને કસ્ટડીમાં લીધા છે.
કેન્દ્રીય એજન્સી ED એ કહ્યું કે, તેણે રિલાયન્સ અનિલ અંબાણી ગૃપ (RAAG) ગૃપના MD સતીષ સેઠ અને ગૌતમ ભાઈલાલ દોશીની પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી કસ્ટડીમાં લીધા છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ સાથે સંબંધિત કેસોમાં 12 જૂને ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ હોવાથી બંનેને ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
સતીષ શેઠને સ્પેશિયલ કોર્ટ ઓફ ગ્રેટર મુંબઈ (PMLA)માં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ EDને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા હતા. ત્યારબાદ તેમને નવી દિલ્હીની દ્વારકા સ્પેશિયલ કોર્ટ (પીએમએલએ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 6 દિવસ માટે એજન્સીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમને નવી દિલ્હીના રાઉસ એવન્યુ ખાતેની સ્પેશિયલ કોર્ટ (PMLA) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમને 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. રિલાયન્સ અનિલ અંબાણી ગૃપ સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં EDએ બંનેની ધરપકડ કરી હતી.
રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇન્ફ્રા સંબંધિત કેસ
EDના જણાવ્યા અનુસાર, શેઠની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને અન્યો વિરુદ્ધ ECIRમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગૌતમ દોષીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ECIRમાં ધરપકડ કરવામાં આવી છે. EDએ કહ્યું, 'સતીશ શેઠ લાંબા સમયથી RAAG સાથે સંકળાયેલા છે અને ગૃપ મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમણે ઘણી ગૃપ કંપનીઓના મહત્વપૂર્ણ વ્યાપારી અને નાણાકીય નિર્ણયોને નિયંત્રિત કર્યા છે.
તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને સંબંધિત ક્ષેત્રોમાં ઘણી ગૃપ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. સતીષ સેઠે 2000 થી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં મહત્વપૂર્ણ ડિરેક્ટર અને મેનેજર પદ સંભાળ્યું છે.
દોશી લાંબા સમયથી RAAG સાથે પણ સંકળાયેલા છે. જ્યાં ગૃપ મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમણે ગૃપ કંપનીઓના ટેક્સ, પ્લાનિંગ, કમ્પ્લાયન્સ, રિસ્ક મેનેજમેન્ટ વગેરેને નિયંત્રિત કર્યું હતું. તપાસ એજન્સીએ જણાવ્યું કે, તે રિલાયન્સ ટેલિકોમ લિમિટેડમાં ડિરેક્ટર પણ હતા. ઘણી ભારતીય અને વિદેશી RAAG કંપનીઓના બેંક ખાતાઓ માટે અધિકૃત હસ્તાક્ષરકર્તા પણ હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે શેઠે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રોડ નિર્માણ પ્રોજેક્ટ્સમાંથી જાહેર ભંડોળની ઉચાપત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દોશીએ કોર્પોરેટ માળખું બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેનો ઉપયોગ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડમાં ગેરરીતિઓની આવકને વાળવા માટે કરવામાં આવ્યો હતો.
સતીષ શેઠ 6 દિવસના રિમાન્ડ પર
અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાતા નથી. રિલાયન્સ ગૃપના પૂર્વ ગૃપ મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વાઇસ ચેરમેન સતીષ સેઠને દ્વારકા 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. સતીષ શેઠ પર હીરાની આયાતને ઊંચી કિંમતે દર્શાવતા નકલી બિલ બનાવવા અને હવાલા દ્વારા વિદેશમાં નાણાં મોકલવાનો આરોપ છે. ગુનામાંથી મળેલા પૈસાના સાચા લાભાર્થીઓને ઓળખવા અને સમગ્ર નાણાકીય વ્યવહારોને શોધી કાઢવા માટે તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
તપાસમાં શું મળ્યું?
EDએ જણાવ્યું કે PMLA હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, અનિલ અંબાણીની રિલાયન્સ બે NHAI રોડ બાંધકામ પ્રોજેક્ટ્સ (જયપુર-રિંગાસ ટોલ રોડ અને ત્રિચી-કરુર ટોલ રોડ) માંથી જાહેર ભંડોળના વ્યવસ્થિત ટ્રાન્સફર સાથે સંકળાયેલા મોટા પાયે નાણાકીય છેતરપિંડીનો મુખ્ય લાભાર્થી હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (RIL) એ કોર્પોરેટ એન્ટિટીઓમાંની એક હતી.જેણે શેલ કંપનીઓનો ઉપયોગ કરી વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું. EDનો આરોપ છે કે RIL એ ₹92 કરોડ વિદેશમાં ટ્રાન્સફર કર્યા હતા.
CBI એ માર્ચમાં કેસ દાખલ કર્યો હતો
માર્ચ 2026 માં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અનિલ અંબાણીના નજીકના સહયોગીઓ સતીષ સેઠ અને ગૌતમ દોશી સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ બંને અધિકારીઓના પરિસર અને સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. CBI ની ફરિયાદના આધારે ED એ બંને સામે મની લોન્ડરિંગના આરોપો હેઠળ તપાસ શરૂ કર્યા બાદ હવે ધરપકડ કરી છે.
EDની કાર્યવાહી પર કંપનીએ શું કહ્યું?
રિલાયન્સ ગૃપના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, 'શેઠની ઉંમર 70 વર્ષ અને દોશીની ઉંમર 73 વર્ષ છે. તેઓ ગૃપ સાથે સંકળાયેલા નથી.' પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, 'શેઠ ગૃપમાં ગૃપ મેનેજિંગ ડિરેક્ટર તરીકે અને ઘણી કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. શેઠ 2025 માં જૂથમાંથી અલગ થયા. ગૌતમ દોશીએ ગૃપના ગૃપ મેનેજિંગ ડિરેક્ટર અને ગૃપની અંદર અને બહાર ઘણી કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. દોશી છ વર્ષ પહેલા 2020માં ગૃપથી અલગ થઈ ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.