ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતો ટ્રેડ એક્સ્પો
ત્રિદિવસિય એક્સ્પો 16થી 18 એપ્રિલ સુધી ગાંધીનગરમાં યોજાશે

એન્યુઅલ ટ્રેડ એક્સ્પો

એન્યુઅલ ટ્રેડ એક્સ્પો
ગુજરાતના ઉદ્યોગો અને વેપાર-વાણિજ્યનું પ્રતિનિધિત્ત્વ કરતી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ટ્રેડ એક્સ્પો GATE 2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રિદિવસીય એક્સ્પો 16થી 18 એપ્રિલ, 2026 દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ખાતે યોજાશે. આ એક્સ્પોમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કઈ ગતિએ અને કઈ દિશામાં થઈ રહ્યો છે તેનું વિઝન રજૂ કરવામાં આવશે. એક્સ્પોમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો પોતાના અનુભવો અને સફળતાના રાજ રજૂ કરશે. સાથે સાથે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ તક ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગત વર્ષે યોજાયેલા GATE 2025ને મળેલી સફળતા બાદ આ વર્ષે પણ GATE 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ એક્સ્પો ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપનાર સાબિત થઈ રહ્યો છે. ગત વર્ષે એક્સ્પોમાં 300થી વધુ સ્ટોલ અને 16 હજારથી વધુ બિઝનેસમેન, ઉદ્યોગસાહસિકો, નાના વેપારીઓ અને સામાન્ય મુલાકાતીઓએ ભાગ લીધો હતો, જેના કારણે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ તક ઊભી થઈ હતી. આ વર્ષે “ગુજરાતનું વિઝન–ગ્લોબલ એમ્બિશન”ની થીમ પર આયોજન કરવામાં આવી રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિઝન 2047” સાથે સંકળાયેલું છે. આ એક્સ્પો દ્વારા ગુજરાતને નવીનતા, ટકાઉ વિકાસ અને આર્થિક મજબૂતીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
GATE 2026નું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. એક્સ્પોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,
CREDAIના શેખર પટેલ, ટોરેન્ટ પાવરના જીનલ મહેતા ઉપરાંત ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન CEO પાવર પેનલ, સેમિકન્ડક્ટર, AI અને ડીપટેક, સ્પોર્ટ્સ ઈકોનોમી અને સ્ટાર્ટઅપ પિચિંગ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા સત્રો યોજાશે. એક્સ્પોમાં સોનાલી બેન્દ્રે અને રાકેશ બેદી પણ ઉપસ્થિત રહેશે.
આ એક્સ્પોમાં ઓટોમોબાઈલ, IT, હેલ્થકેર, રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ, ટૂરિઝમ સહિત 13 મહત્ત્વના ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. પ્રદર્શકો માટે પોતાના ઉત્પાદનો રજૂ કરવાની અને રોકાણકારો સાથે જોડાવાની તક મળશે જ્યારે મુલાકાતીઓને નવી ટેકનોલોજી અને બિઝનેસ નેટવર્કિંગનો લાભ મળશે. GATE 2026 અંગે ચેમ્બરના અપૂર્વ શાહ અને સુધાંશુ મહેતાએ પણ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એક્સ્પો ગુજરાતના ઉદ્યોગજગતને વૈશ્વિક મંચ માટેનું મહત્ત્વનું પ્લેટફોર્મ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.