સેબીનો ખુલાસો: કરિયાણાનો વેપારી નીકળ્યો એનાલિસ્ટ
મદુરાઈમાં નાનકડી દુકાન ચલાવનાર શખ્સે રિસર્ચ એનાલિસ્ટ બની રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી

સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ

સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ
શેરબજારની નિયામક સંસ્થા સેબી (SEBI) એ તાજેતરમાં એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. તમિલનાડુના મદુરાઈમાં માત્ર 100 સ્ક્વેર ફૂટની કરિયાણાની દુકાન ચલાવતી એક વ્યક્તિ કાગળ પર સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ બની બેઠી હતી. આ ગંભીર મામલો સામે આવ્યા બાદ સેબીએ તુરંત કાર્યવાહી કરીને પુરૂસ ખાન નામના આ શખસનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે.
કેવી રીતે ખુલી પોલ?આ ઘટના વર્ષ 2022માં પ્રકાશમાં આવી જ્યારે એક રોકાણકારે સેબીના ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે એક ચોક્કસ વેબસાઈટ રોકાણકારોને મૂડી ડબલ કરવાની લાલચ આપીને શ્યોર શોટ સ્ટોક કોલ્સ આપતી હતી. એક વ્યક્તિને આ સેવા લેતા 4 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું. સેબીએ જ્યારે તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે આ વેબસાઈટ પર પુરૂસ ખાનના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ થઈ રહ્યો હતો. જોકે, ઓનલાઈન સુનાવણી દરમિયાન સેબીના અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે ખબર પડી કે આ કથિત એનાલિસ્ટને તો શેરબજાર વિશે કોઈ જ જ્ઞાન નહોતું અને તે વાસ્તવમાં કરિયાણાની વસ્તુઓ વેચતો હતો.
દસ્તાવેજોનો દુરુપયોગ અને છેતરપિંડી :તપાસમાં પુરૂસ ખાને દાવો કર્યો હતો કે જી. ફહીથ અલી નામના શખ્સે બેંક કર્મચારી બનીને તેની સાથે છેતરપિંડી કરી હતી. અલીએ નોકરી અપાવવાના બહાને ખાન પાસેથી તેના મહત્વના ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ મેળવી લીધા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને આરોપીએ ખાનના નામે સેબીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને રોકાણકારો પાસેથી લાખો રૂપિયા પડાવવા માટે વેબસાઈટ શરૂ કરી હતી.
સેબીની કડક કાર્યવાહી :સેબીએ અવલોકન કર્યું કે પુરૂસ ખાને પોતાના ઈ-મેલ અને પાસવર્ડ અન્ય સાથે શેર કર્યા હતા, જે તેની બેદરકારી દર્શાવે છે. આ ગુના બદલ સેબીએ તેનું રજિસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કર્યું છે. આ ઉપરાંત, આ કૌભાંડમાં સામેલ સંસ્થાઓને 6-6 લાખનો દંડ ફટકાર્યો છે અને રોકાણકારો પાસેથી પડાવેલા 30.39 લાખ રૂપિયા રિફંડ કરવાનો આદેશ આપ્યો છે. તમામ આરોપીઓ પર આગામી બે વર્ષ માટે શેરબજારમાં વ્યવહાર કરવા પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.