ક્વિક કોમર્સ નાના વેપારીઓ માટે વધુ ખતરનાકઃ દેશમાં 2 લાખ કિરાણા સ્ટોર્સ બંધ થયા
ઝડપી ડિલિવરી સુવિધાના કારણે ગ્રાહકો ક્વિક કોમર્સ તરફ વળ્યા

ક્વિક કોમર્સ નાના વેપારીઓ માટે વધુ ખતરનાક

ક્વિક કોમર્સ નાના વેપારીઓ માટે વધુ ખતરનાક
ગાંધીનગર: ક્વિક કોમર્સ કંપનીઓ નાના વેપારીઓ માટે વધુ ખતરનાક હોવાનો તેમજ ક્વિક કોમર્સ કંપનીના કારણે દેશમાં 2 લાખ કિરાણા સ્ટોર્સ બંધ થયા હોવાનો ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ દાવો કર્યો છે. ઈન્ટરનેટ અને યુપીઆઈની સુવિધાના કારણે યુવા વર્ગ ક્વિક કોમર્સ કંપની તરફ વળવાથી રિટેઈલ વેપારીઓને સૌથી વધુ અસર થઈ હોવાનો તન્નાએ દાવો કરી વાણિજ્ય અને નાણા મંત્રાલયને હસ્તક્ષેપ કરવા માંગ કરી છે.
છેલ્લાં એક દાયકામાં આવેલી ટેકનોલોજીના કારણે પરંપરાગત દુકાનો ધરાવનાર વેપારીઓને વધારે અસર થઈ છે. મોટી કંપનીઓ સાથે પરંપરાગત વેપારીઓ કદમ મિલાવી નહી શકતાં દુકાનો બંધ થવા લાગી છે. અત્યાર સુધી ઓનલાઈન વેપાર અને ઈ-કોમર્સ કંપનીઓના કારણે વેપાર ધંધાને અસર થઈ હતી. જો કે, ક્વિક કોમર્સ કંપનીઓના કારણે પરંપરાગત અને નાના વેપારીઓને વ્યાપક અસર થઈ છે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ બેનિફિટ ન્યૂઝ નેટવર્ક સાથે વાત કરતાં જણાવ્યુ કે, અત્યાર સુધી ઝડપી ડિલિવરીનો વ્યાપ મહદઅંશે ખાદ્ય ખોરાકના વેપારને અસર કરતો હતો. 6 મહિનાથી અતિ ઝડપથી કંપનીઓ "ક્વિક કોમર્સ"ની પદ્ધતિ અપનાવતા નાના વેપારીઓ માટે ખતરનાક સાબિત થઈ છે. જે આઇટમો ઓનલાઈન પ્લેટફોર્મ થઈ 3 થી 5 દિવસમાં ડિલિવરી થતી તે હવે ગણતરીની મિનિટોમાં આપવાની હરીફાઇ શરૂ થઈ છે. ગ્રાહકોને લોભવવા કંપનીઓ ખોટ કરે છે. પરંતુ હવે રિટેઈલ ઉપરાંત હોલસેલ વેપારીઓ માટે ટકી રહેવું પડકારજનક બનશે. ક્વિક કોમર્સ કંપનીઓના કારણે આગામી વર્ષોમાં બજારમાં દુકાનો, શો-રૂમ બંધ જશે.
તન્નાએ વધુમાં જણાવ્યુ કે, છેલ્લા વર્ષમાં 2 લાખથી વધુ કિરાણા સ્ટોર્સ બંધ થયા છે. ગ્રાહકો વધુને વધુ બ્લિકિંટ અને ઝેપ્ટો જેવી ઝડપી ડિલિવરી સેવાઓ તરફ વળ્યા છે. આવા સમયે નાણા મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયે હસ્તક્ષેપ કરવો જોઈએ. દેશના આર્થિક માળખા માટે આ ખરનાક સાબિત થશે. બેંકો પાસેથી લોન લેનાર ઘટી જશે. વેપાર પર અમુક કંપનીઓનું જ વર્ચસ્વ હશે. ગ્રાહકોને શરૂઆતમાં ફાયદો જણાશે પણ ગુણવત્તામાં બાંધછોડ કરવી પડશે અને સેવાઓ મોંઘી થશે.
ઓલ ઈન્ડિયા ઈમ્પોર્ટ એક્સપોર્ટ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીએ જણાવ્યુ કે, તાજેતરના અહેવાલો મુજબ ઇ કોમર્સ અને ખાસ કરીને ક્વિક કોમર્સની વધતી જતી લોકપ્રિયતા નાના વેપારીઓ ખાસ કરીને કિરણા સ્ટોર્સ પર નોંધપાત્ર અસર કરી રહી છે. લોકો જલ્દી ડિલિવરી સુવિધાઓ તરફ આકર્ષિત થવાથી પરંપરાગત સ્ટોર્સમાંથી ગ્રાહકોની ખરીદીમાં ઘટાડો થઈ રહ્યો છે. FMCG ક્ષેત્રમાં પણ પરિવર્તન દેખાઈ રહ્યું છે. કેટલાક વિશ્લેષકો માને છે કે જો આ વલણ જળવાશે તો ઘણા નાના સ્ટોર્સ બંધ થવા લાગશે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 1.5 કરોડ કિરણા સ્ટોર્સ છે. ઇ કોમર્સના વધારા અને ક્વિક કોમર્સના વિસ્તરણને કારણે અંદાજે 40 લાખ દુકાનો બંધ થવાની શક્યતા છે. બ્રોકરેજ ફર્મ એલારા કેપિટલનો અંદાજ છે કે મેટ્રો શહેરો સિવાયના બજારોમાં ક્વિક કોમર્સ પ્લેટફોર્મના વિસ્તરણને કારણે દેશભરમાં લગભગ 25 થી 30 ટકા કિરણા સ્ટોર્સ બંધ થઈ શકે છે.
મેટ્રો શહેરોમાં કિરાણા સ્ટોર્સને સૌથી વધુ ફટકો
એક અહેવાલ મુજબ મેટ્રો શહેરોમાં કિરાણા સ્ટોર્સ સૌથી વધુ પ્રભાવિત થયા છે. 2 લાખ બંધ કિરાણા સ્ટોર્સમાંથી લગભગ 45% મેટ્રો શહેરોમાં હતા. ટાયર-1 શહેરોનો હિસ્સો 30 ટકા છે. જ્યારે ટાયર-2,3 શહેરોનો હિસ્સો 15 ટકા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.