ભારતની મસાલા નિકાસમાં મોટો ઘટાડો
વૈશ્વિક બજારમાં માંગ ઘટતાં અર્થતંત્ર પર અસર

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
India's Spice Exports Decline: વૈશ્વિક સ્તરે મસાલાના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા ભારતની મસાલા નિકાસમાં ચાલુ નાણાકીય વર્ષમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય મસાલા બોર્ડના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 માં ભારતની મસાલા નિકાસમાં જથ્થાની દ્રષ્ટિએ 4% અને મૂલ્યની દ્રષ્ટિએ 6% નો વાર્ષિક ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં ભારતની કુલ મસાલા નિકાસ $4.72 બિલિયન હતી, જે ચાલુ વર્ષે ઘટીને $4.43 બિલિયન પર પહોંચી ગઈ છે.
મરચાં, જીરું અને હળદરની નિકાસમાં ભારે કડાકો
ચીન અને બાંગ્લાદેશ જેવા ભારતના મુખ્ય ખરીદદાર દેશો તરફથી માંગ ઓછી રહેવાને કારણે મસાલા બજારને મોટો ફટકો પડ્યો છે. ભારતમાંથી સૌથી વધુ નિકાસ થતા મરચાંના જથ્થામાં 4% અને મૂલ્યમાં 12% નો ઘટાડો થયો છે. ગયા વર્ષે મરચાંની નિકાસ $1.34 બિલિયન થઈ હતી, જે આ વર્ષે ઘટીને $1.17 બિલિયન થઈ ગઈ છે. આ ઉપરાંત, જીરાની નિકાસ ગયા વર્ષના 229,000 ટનની સરખામણીએ 14% ઘટીને 196,000 ટન થઈ છે, જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ તે 28% ના મોટા ઘટાડા સાથે $732 મિલિયન થી ઘટીને $524.22 મિલિયન થઈ ગઈ છે. હળદરની નિકાસ પણ 4% ના ઘટાડા સાથે $341 મિલિયનથી ઘટીને $327 મિલિયન અને ફુદીનાના ઉત્પાદનોની નિકાસ 15% ઘટીને $354 મિલિયન નોંધાઈ છે.
એલચી અને આમલીની નિકાસમાં શાનદાર ઉછાળો
બીજી તરફ, કેટલાક મુખ્ય મસાલાઓની નિકાસમાં પ્રોત્સાહક વધારો પણ જોવા મળ્યો છે. એલચીની નિકાસમાં રેકોર્ડબ્રેક 124% નો ઉછાળો આવ્યો છે, જે ગયા વર્ષના $184 મિલિયનથી વધીને $413 મિલિયન થઈ ગઈ છે. મરીની નિકાસના જથ્થામાં 5% નો ઘટાડો થયો હોવા છતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં સારા ભાવો મળવાને કારણે તેની કમાણી 11% વધીને $137.84 મિલિયન પર પહોંચી છે. તેમજ આમલીની નિકાસ 42% વધીને $50.77 મિલિયન અને કરી પાવડર-પેસ્ટની નિકાસ 5% ના વધારા સાથે $259.98 મિલિયન થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.