ગુજરાતમાં GST આવકમાં 27 ટકાનો જબરદસ્ત ઉછાળો
ગુજરાતમાં જૂન-2026માં GSTની આવક ₹7,800 કરોડે પહોંચી, 9 વર્ષમાં 181 ટકા કરદાતા વધ્યાં

AI જનરેટેડ

AI જનરેટેડ
28% increase in GST revenue in Gujarat: ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યો હતો. “વન નેશન વન ટેક્સ”ના સિદ્ધાંત સાથે લાગુ કરાયેલ આ કાયદાએ સમગ્ર દેશમાં એકસરખો ટેક્સ દર સ્થાપિત કર્યો છે. નવી વ્યવસ્થાથી આંતરરાજ્ય વેપાર સરળ બન્યો અને કર વ્યવસ્થામાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધી હોવાનો સરકારે દાવો કર્યો છે.
ગુજરાતમાં ટેક્સબેઝમાં 181%નો વધારો
GST અમલીકરણ બાદ ગુજરાત રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. GST નો અમલ શરૂ થયો ત્યારે રાજ્યમાં લગભગ 5.08 લાખ કરદાતા હતાં. જે હવે વધીને 14.31 લાખ સુધી પહોંચી ગયા છે. એટલે કે ટેક્સબેઝમાં 181%થી વધુનો વધારો નોંધાયો છે.
કોમ્પ્લાયન્સ અને સમયસર રિટર્ન ફાઇલિંગમાં આગવું સ્થાન
GST લાગુ થયા બાદ વેપારીઓ માટે ટેક્સ પાલન પ્રક્રિયા સરળ બની છે. ગુજરાત સતત પાંચ વર્ષથી GST રિટર્ન સમયસર ફાઇલિંગમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 99.6% રિટર્ન સમયસર ફાઇલ કરવામાં આવ્યા છે, જે રાજ્યની મજબૂત ટેક્સ સિસ્ટમ દર્શાવે છે.
રાજ્યની આવકમાં સતત વધારો
GST અમલીકરણ બાદ રાજ્યની કર આવકમાં સતત વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 20%થી વધુ CAGR વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ 2020-21માં રાજ્યની GST આવક ₹30,628 કરોડ હતી. જે 2025-26માં વધીને ₹83,066 કરોડ સુધી પહોંચી છે.
જૂન 2026માં 27%નો ઉછાળો
જૂન 2026માં ગુજરાતને GST હેઠળ ₹7,800 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જે ગત વર્ષે જૂન-2025માં ₹6,149 કરોડની તુલનામાં 27%થી વધુ વધારો દર્શાવે છે. GST માં વૃદ્ધિથી રાજ્યની મજબૂત આર્થિક ગતિશીલતાનું સંકેત આપે છે.
કુલ કર આવકમાં મજબૂત પ્રદર્શન
જૂન 2026 દરમિયાન રાજ્યને GST ઉપરાંત વેટમાંથી ₹3,073 કરોડ, વિદ્યુત શુલ્કમાંથી ₹979 કરોડ અને વ્યવસાય વેરામાંથી ₹21 કરોડની આવક મળી છે. આ રીતે કુલ ₹11,873 કરોડની કર આવક રાજ્ય કર વિભાગને પ્રાપ્ત થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.