24 કલાકમાં ચાંદી 85,000 અને સોનું 25,000 તૂટ્યું
સોના અને ચાંદીના ભાવમાં અચાનક આવેલી સુનામીને કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા છે

ચાંદી અને સોનું

ચાંદી અને સોનું
વર્ષ 2026ની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં જે તેજીનો પરપોટો ફૂલ્યો હતો, તે શુક્રવારે અચાનક ફૂટી ગયો હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 24 કલાકના ગાળામાં જ કિંમતી ધાતુઓના ભાવમાં આભ ફાટ્યું હોય તેમ સોના-ચાંદીમાં ભયંકર કડાકો જોવા મળ્યો છે. ગુરુવારે સાંજે જે ચાંદી 4,20,048 ના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી, તે શુક્રવારે બપોર સુધીમાં 85,000 ઘટીને 3,35,001 ની સપાટીએ આવી ગઈ હતી. આવી જ હાલત સોનાની પણ જોવા મળી છે; ગુરુવારે 1,93,096 ના રેકોર્ડ સ્તરે પહોંચેલું સોનું શુક્રવારે 25,500 તૂટીને 1,67,406 પર આવી ગયું હતું. રોકાણકારો માટે આ એક મોટા આંચકા સમાન સાબિત થયું છે કારણ કે કિંમતોમાં આટલો મોટો ઘટાડો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી.
બજારમાં 'શોર્ટ સેલર્સ' સક્રિય
બજારના નિષ્ણાતો માને છે કે, આ સોના-ચાંદીમાં ભયંકર કડાકો આવવા પાછળનું મુખ્ય કારણ 'પ્રોફિટ બુકિંગ' અથવા નફો વસૂલાત છે. છેલ્લા કેટલાક સમયથી ભાવમાં સતત વધારો થતો હોવાથી રોકાણકારોએ પોતાનો નફો સુરક્ષિત કરવા માટે મોટા પાયે વેચવાલી શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો ઘટતા ભારતીય વાયદા બજાર પર તેની સીધી અસર પડી છે. વળી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને બદલવાની જાહેરાત અને ડોલરમાં જોવા મળેલી મજબૂતીને કારણે પણ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. વેચાણ વધતાની સાથે જ બજારમાં 'શોર્ટ સેલર્સ' સક્રિય થઈ ગયા હતા, જેના કારણે ઘટાડાની ગતિ વધુ તેજ બની હતી.
રોકાણકારોના નાણાં પાણીની જેમ વહ્યા
આ ઘટાડાની સૌથી મોટી અસર ગોલ્ડ અને સિલ્વર ETF પર જોવા મળી છે, જ્યાં રોકાણકારોના નાણાં પાણીની જેમ વહી ગયા છે. સોના-ચાંદીમાં ભયંકર કડાકો આવતા જ ICICI સિલ્વર ETF 20.14% અને નિપ્પોન ઈન્ડિયા સિલ્વર ETF 18.59% જેટલા તૂટ્યા હતા. ટાટા ગોલ્ડ ETF અને નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETF માં પણ 9% થી 10% સુધીનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો એ દર્શાવે છે કે ,બજારમાં અત્યંત અનિશ્ચિતતા છે. રોકાણકારોએ અત્યારે સાવચેતી રાખવી જોઈએ કારણ કે સોના-ચાંદીમાં કડાકો હજુ પણ ચાલુ રહી શકે છે અથવા ભાવમાં થોડી સ્થિરતા આવ્યા બાદ ફરી નવી દિશા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.