ભારત-ઓમાન વચ્ચે CEPA કરાર, 99% ગુડ્સ ડ્યુટી-ફ્રી!
ગલ્ફ ક્ષેત્રમાં ભારતનો વિજયધ્વજ: ઓમાન સાથે ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર સંપન્ન

ભારત-ઓમાન વચ્ચે CEPA કરાર

ભારત-ઓમાન વચ્ચે CEPA કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાતના બીજા દિવસે ભારત અને ઓમાન વચ્ચે આર્થિક સંબંધોમાં એક નવો સૂર્યોદય થયો છે. બંને દેશોએ ઐતિહાસિક 'કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' (CEPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ ઓમાન ભારતમાંથી આવતી 99.38 ટકા નિકાસ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવા સંમત થયું છે, જે ભારતીય નિકાસકારો માટે ગલ્ફ દેશોના દ્વાર ખોલી દેશે.
ભારતીય ઉદ્યોગોને થશે મોટો ફાયદો આ કરાર અંતર્ગત ભારતના શ્રમ-સઘન ક્ષેત્રો જેવા કે જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ, લેધર, ફૂટવેર, ફર્નિચર, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સને ઓમાનના બજારમાં ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, આ કરારથી ભારતીય કારીગરો, MSMEs અને મહિલા સાહસિકોને રોજગારીની નવી તકો મળશે. ખાસ કરીને 98.08 ટકા ટેરિફ લાઈન્સ પર તાત્કાલિક અસરથી ઝીરો ડ્યુટી લાગુ થશે.
પ્રોફેશનલ્સ માટે વિઝા અને રોકાણના નિયમો સરળ માત્ર ચીજવસ્તુઓ જ નહીં, પણ સેવા ક્ષેત્રે પણ ઓમાને ઉદારતા દાખવી છે. ભારતીય આઈટી પ્રોફેશનલ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ અને મેડિકલ એક્સપર્ટ્સ માટે ઓમાનમાં કામ કરવાના અને રહેવાના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. ઓમાને ભારતની આયુષ અને વેલનેસ ક્ષેત્રની પરંપરાગત દવાઓને પણ પ્રથમ વખત માન્યતા આપી છે, જે મેડિકલ ટુરિઝમ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક વિકાસ ભારત અને ઓમાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2024-25માં 10.61 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો, જે હવે આ કરાર બાદ અનેકગણો વધવાની આશા છે.
ભારતે પણ ઓમાનથી આવતી 95% આયાત પર ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે, જોકે ડેરી, કૃષિ ઉત્પાદનો અને ખાંડ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આમાંથી બાકાત રાખીને ભારતીય ખેડૂતોનું હિત જાળવવામાં આવ્યું છે.
આ કરાર ગલ્ફ ક્ષેત્રમાં ભારતની પકડ વધુ મજબૂત બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.