ઊંચા ભાવ છતાં સોનું ખરીદવું બનશે સરળ
સરકારે 9 કેરેટ સોનાના વેચાણને મંજૂરી આપી, શુદ્ધતાની ગેરંટી સાથે બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ
સોનું ખરીદવું બનશે સરળ
સોનું ખરીદવું બનશે સરળ
આવનારા તહેવારો અને લગ્નની સીઝન પહેલાં સોનાના ભાવે નવી ઊંચાઈઓ સર કરી છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,00,000ને પાર કરી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનું પણ ₹94,000ની આસપાસ છે. આ ભાવ વધારાથી ઘણા ગ્રાહકોની સોનું ખરીદવાની ઈચ્છા અધૂરી રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, હવે સરકાર દ્વારા લેવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણયથી સામાન્ય ગ્રાહકો માટે સોનું ખરીદવું ફરી શક્ય બન્યું છે.
9 કેરેટ સોનાને મંજૂરી: હોલમાર્કિંગ સાથે વેચાણ થશે
સરકારે 14 અને 18 કેરેટ સોના ઉપરાંત હવે 9 કેરેટ સોનાના વેચાણને પણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગ્રાહકો માટે એક બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ પૂરો પાડે છે. 9 કેરેટ સોનામાં 37.5% શુદ્ધ સોનું હોય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સોનું પણ હોલમાર્ક્ડ હશે. એટલે કે તેની શુદ્ધતાની ગેરંટી મળશે.
આ 9 કેરેટ સોનાનો અંદાજિત ભાવ પ્રતિ 10 ગ્રામ ₹35,000ની આસપાસ રહેશે જે હાલના ઊંચા ભાવોની સરખામણીમાં ઘણો સસ્તો છે. આ સોનામાંથી બનેલા દાગીના માત્ર સસ્તું જ નહીં, પરંતુ સ્ટાઇલિશ અને ટકાઉ પણ હોય છે, જેથી તેનો રોજિંદા ઉપયોગ પણ સરળતાથી કરી શકાશે.
જીગર સોની, પ્રેસિડેન્ટ- અમદાવાદ જવેલર એસોસિયેશન દ્વારા સોના અંગેની વધુ જાણ કરવામાં આવી જે નીચે મુજબ છે.
કેવી રીતે 9 કેરેટ સોનું સ્માર્ટ ખરીદી સાબિત થશે?
આગામી સમયમાં, જ્યાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે, ત્યાં 9 કેરેટ સોનું એક સ્માર્ટ ખરીદી સાબિત થઈ શકે છે. આ વિકલ્પ ગ્રાહકોને તહેવારો અને શુભ પ્રસંગો માટે સોનું ખરીદવાની તક આપશે, જ્યારે તેમના બજેટ પર પણ વધારે ભાર નહીં પડે. સોનાની શુદ્ધતાની ગેરંટી હોલમાર્કિંગ દ્વારા મળતી હોવાથી ગ્રાહકો વિશ્વાસ સાથે ખરીદી કરી શકશે.
આ નિર્ણયથી જ્વેલરી ઉદ્યોગને પણ વેગ મળશે તેવી આશા છે. આ ખુશખબરને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી સૌ કોઈ આ તકનો લાભ ઉઠાવી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.